Page Views: 12285

ઉત્તર ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારના હવામાનમાં ૫લટો : ઠંડી અને ગરમી બન્ને ઋતુનો અનુભવ

માવઠું થવાની ભીતિને લઈને ખેડૂતો ચિંતિત

ગાંધીનગર:-

            ઉત્તર ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં હવામાન પલટાયું છે. અનેક વિસ્તારમાં વાદળછાયું હવામાન છે. જેને કારણે હવામાનમાં દિવસ દરમિયાન સાધારણ ઠંડક અનુભવાઈ રહી છે.

            આમ તો છેલ્લા કેટલાક દિવસથી દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બે સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારથી જ હવામાન વાદળછાયું જોવા મળી રહ્યું છે. ત્યારે માવઠું થવાની ભીતિને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. કાશ્મીર સહિત ઉત્તરભારતમાં ઠંડી અને હિમવર્ષાની સંભાવનાને પગલે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવ્યો છે.