Page Views: 11602

કાશ્મીરમાં આતંકીઓનો કેર: વધુ ત્રણ જવાન શહીદ

એનઆઇએની ટીમ સૈન્ય કેમ્પ પર પહોંચી, ઘાયલોમાં કેટલાકની સ્થિતિ ગંભીર

નવી દિલ્હી:-

             શનિવારે સવારે ૪.૩૦ કલાકે જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠના આશરે ત્રણ જેટલા આતંકીઓએ જમ્મુથી ૧૦ કિમી દુર આવેલા સુંજવાન સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે જ્યારે વધુ ત્રણ જવાનો શહીદ થયા છે અને એક જવાનના પિતાનું પણ મોત નિપજ્યું છે. મૃત્યુઆક બીજા દિવસે વધીને છ સુધી પહોંચ્યો છે.  આ હુમલામાં ૧૦ જેટલા લોકો ઘાયલ થયા છે જેમાં જવાનો અને તેમના પરિવારજનોનો પણ સમાવેશ થાય છે.

               આ હુમલાને અંજામ આપનારા આતંકીઓને ઠાર મારવામાં સૈન્યને ૩૦ કલાકનો સમય લાગ્યો હતો. હજુ પણ આ વિસ્તારમાં તપાસ અભીયાન જારી છે. જે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. આ ઉપરાંત જૈશ-એ-મોહમ્મદના ઝંડા પણ મળી આવ્યા હતા.  હુમલાખોર આતંકીઓનો ઇરાદો અહીં સૈન્યના પરિવારજનો પર પણ હુમલો કરવાનો હતો, શનિવારે જ જવાનની એક પુત્રી પણ ગંભીર રીતે ઘાયલ થઇ હતી ઉપરાંત અન્ય જે લોકો ઘાયલ થયા છે તેમાં સૈન્યના એક મેજરનો પણ સમાવેશ થાય છે, હાલ દરેકની સારવાર બીજા દિવસે પણ જારી છે. ઘાયલોમાં એક ૧૪ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. જેને સારવાર અપાઇ રહી છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે. જે પાંચ જવાનો શહીદ થયા છે તેમાં બે અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે સૈન્યના એક પરીવારજના સભ્યનંું પણ મોત નિપજ્યું હતું. અગાઉ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. જોકે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકીઓ ત્રણ જ હતા. જ્યારે હજુ પણ વિસ્તારમાં તપાસ અભિયાન જારી છે. શનિવારે વહેલા સાડા ચાર કલાકે આતંકીઓએ અહીંના સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો હતો. સૈન્યના પરિવારજનો પણ કેમ્પમાં રહે છે. જેની જાણકારી આતંકીઓને હોવાથી તેમને બંદી બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ આ વિસ્તારમાં ૧૫ મહિના બાદ ફરી હુમલો કર્યો હતો. અગાઉ પણ ૨૦૧૬માં આ જ વિસ્તારમાં હુમલો થયો હતો. જમ્મુમાં હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું હતું. બીજી તરફ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓ જવાનોના કેમ્પમાં પહોંચ્યા હતા અને તપાસ ચાલુ કરી દીધી હતી. કાશ્મીરના ભટકેલા યુવાનો માટે બોધપાઠ સમાન કિસ્સો આતંકીઓ સામે ભૂખ્યા-તરસ્યા લડેલા જવાનોને સ્થાનિકોએ જમાડયા અમારી રક્ષા માટે જવાનોએ જે બલિદાન આપ્યું તેની સામે અમારી આ સેવા કંઇ જ નથી : સ્થાનિકો ભાવુક થયા જમ્મુ, તા. 11 ફેબ્રુઆરી, 2018, રવિવાર જમ્મુમાં સૈન્યના કેમ્પ પર થયેલા આતંકી હુમલાને રવિવારે બીજો દીવસ હતો. આ કેમ્પને આશરે ૩૦ કલાક સુધી આતંકીઓએ બાનમાં લીધો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ કેમ્પની અંદર ઘુસી ગયા હતા. જેને પગલે આખા વિસ્તારને સૈન્યએ કોર્ડન કરી લીધો હતો. દરમિયાન આ વિસ્તાર રહેણાંકી હોવાથી આસપાસ અનેક લોકો રહે છે. જ્યારે આ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે સૈન્યના જવાનો ખડેપગે આખા વિસ્તારની ફરતે ગોઠવાઇ ગયા હતા. ભુખ્યા તરસ્યા આ ઓપરેશનને પાર પાડનારા આ બહાદુર જવાનોની મદદ માટે સ્થાનિક લોકો પણ આવ્યા હતા અને તેમને ખાવા તેમજ પાણીની સહાય પુરી પાડી હતી.