Page Views: 25844

કાશ્મીરના સુંજવામાં સેનાના કેમ્પ ઉપર આતંકવાદી હૂમલોઃ એક જવાન શહીદ અન્ય ચાર ઘાયલ

કેમ્પમાં 3થી 4 આતંકવાદીઓ ઘૂસ્યાઃ સેના અન આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ ચાલુ - ઘટનાને પગલે જાહેર કરાયુ રેડ એલર્ટ

કાશ્મીર;-

 જમ્મૂ કાશ્મીરના સુંજવા આજે વહેલી સવારે આર્મી કેમ્પ પર આતંકવાદી હૂમલો થયો છે જેમાં કોન્સ્ટેબલ અને તેની દીકરી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હૂમલામાં એક જવાન શહીદ થયો છે જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આર્મી ક્વાર્ટરમાં ત્રણથી ચાર આતંકવાદીઓ ઘુસી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.  

        સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. કેમ્પની અંદરથી થોડી થોડી વારે ફાયરિંગનો અવાજ આવી રહ્યો છે. સમગ્ર શહેરમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આઈજી એસડી સિંહ જામવાલે જણાવ્યું છે કે, શનિવારે સવારે 4.55 વાગે સંતરીના બંકર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ત્યારપછી જવાબી કાર્યવાહીમાં જવાનો દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આતંકી સેના એક ક્વાર્ટરમાં ઘુસી છે.