Page Views: 8538

યુજી મેડિકલ પ્રવેશ માટેની નીટ 6 મેએ લેવાશે: ૯મી માર્ચ સુધી ફોર્મ ભરાશે

એનઆરઆઈ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશનમાં પાસપોર્ટ નંબર આપવો પડશેઃઆધાર નંબર પણ ફરજીયાત.

અમદાવાદ:-

         સીબીએસઈ દ્વારા આગામી યુજી મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટેની નીટનું વિધિવત નોટિફિકેશન જાહેર કરી દેવાયુ છે.જે મુજબ ૬ઠ્ઠી મેના રોજ દેશભરમાં નીટ લેવાશે અને જે માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ૮મી ફેબુ્રઆરીથી  શરૃ કરી દેવાયુ છે.જે ૯મી માર્ચ સુધી કરી શકાશે.

         પીજી મેડિકલ ડેન્ટલ પ્રવેશ માટેની નીટ લેવાયા બાદ હવે યુજી મેડિકલ -ડેન્ટલ પ્રવેશ માટેની નીટ લેવામા આવનાર છે.ધો.૧૨ સાયન્સ પછીના એમબીબીએસ કોર્સમાં પ્રવેશ માટેની નીટ ૨૦૧૮નું વિધિવિત નોટિફિકેશન આજે સીબીએસઈ દ્વારા જાહેર કરી દેવાયુ છે. જે મુજબ ૮ફેબુ્રઆરીથી ૯ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે અને જેમાં ઓપન કેટેગરીમાં ૧૪૦૦ રૃપિયા રજિસ્ટ્રેશન ફી તથા અનામત કેટેગરી માટે ૭૫૦ રૃપિયા રજિસ્ટ્રેશન ફી છે. વિદેશી વિદ્યાર્થી ,વિદેશી ભારતીય વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશનમાં પાસપોર્ટ નંબર લખવો ફરજીયાત છે.જ્યારે તમામ વિદ્યાર્થીઓએ આધાર નંબર આપવો ફરજીયાત છે. ૯થી વધુ ભાષાઓમાં પરીક્ષા લેવાશે તથા ૬ઠ્ઠી મેના રોજ રવિવારે સવારે ૧૦થી ૧ દરમિયાન પરીક્ષા લેવાશે.જેમાં ફીઝિક્સ,કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયના ૧૮૦ પ્રશ્નો હશે.ગત વર્ષે નીટમાં અલગ અલગ પેપર સહિતના અનેક વિવાદો બાદ આ વર્ષે નીટમાં એક જ પેપર વિવિધ ભાષામાં ટ્રાન્સેલટ થઈને પુછાશે. ફોર્મ ભરનાર વિદ્યાર્થી ઉમેદવારની ઉંમર ૧૭ વર્ષની હોવી જોઈએ અથવા એમબીબીએસમાં એન્ટ્રી સમયે ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૧૭ વર્ષ પુરા થવા જોઈએ.આમ ૧૭ વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ અને ૨૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. અનામત વિદ્યાર્થી માટે પાંચ વર્ષની છુટછાટ છે. ઓપન સ્કૂલિંગમાંથી ભણનાર વિદ્યાર્થી નીટ નહી આપી શકે.સીબીએસઈ દ્વારા નીટ ૨૦૧૮ની પરીક્ષા માટેની નવી વેબસાઈટ તૈયાર કરાઈ છે અને આજે ઓનલાઈન ફોર્મ ભરવાના પ્રથમ દિવસે જ વેબસાઈટ અંડર કન્સ્ટ્રકશન હોવાથી ખુલતી ન હતી.