Page Views: 18444

સરદાર પટેલ પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો આખુ કાશ્મીર આપણું હોત: મોદી

વડાપ્રધાનના ભાષણના ખાસ અંશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણના આભાર પ્રસ્તાવની ચર્ચામાં બોલતા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "કોંગ્રેસે ચૂંટણીમાં ફાયદો લેવા માટે ભારતમાતાના ટુકડા કર્યા હતા. તમે દેશના ટુકડા કર્યા હતા. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંસદના દરવાજા બંધ કરીને દેશનું વિભાજન કર્યું હતું."વડાપ્રધાન આંધ્ર પ્રદેશના વિભાજન સંબંધે કોંગ્રેસની ટીકા કરી રહ્યા હતા, જેનો વિપક્ષે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી એ વખતે ગૃહમાં હાજર હતા.'મેચ ફિક્સિંગ બંધ કરો' અને 'જુમલેબાજી નહીં ચલેગી' એવી નારાબાજી ગૃહમાં ચાલતી રહી હતી.

 મોદીએ કહ્યું, સરદાર પટેલ સાથે કોંગ્રેસે શું વ્યવહાર કર્યો? વિરોધ પક્ષની નારાબાજી વચ્ચે વડાપ્રધાને બોલવાનું ચાલુ રાખ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું, "વિરોધ કરવા ખાતર વિરોધ ન કરો. મારા અવાજને દબાવી નહીં શકો."

  • વડાપ્રધાનના ભાષણના ખાસ અંશો
  • સરદાર પટેલ દેશના પહેલા વડાપ્રધાન બન્યા હોત તો મારા કાશ્મીરનો હિસ્સો પાકિસ્તાન પાસે ન હોત. આખું કાશ્મીર આપણું હોત. સરદાર પટેલ સાથે અન્યાય થયો હતો.
  • કોંગ્રેસ પોતાના શાસનના વખાણ કરે છે. રેડિયો પર તમારાં ગીતો ગાવામાં આવતાં હતાં. કોંગ્રેસી નેતાઓએ એક જ પક્ષનાં ગીતો ગાયાં છે.
  • લોકતંત્ર નેહરુ અને કોંગ્રેસની દેન નથી. એ ભારતમાં સદીઓથી છે.
  • લિચ્છવી સામ્રાજ્યના સમયમાં 2500 વર્ષ પહેલાં પણ લોકતંત્રની વ્યવસ્થા હતી. સહમતિ, અસહમતિ બધું હતું.
  • લોકતંત્રની વાતો તમે લોકો કરો છો. રાજીવ ગાંધીએ એક દલિત મુખ્ય પ્રધાનનું અપમાન કર્યું હતું. દલિત મુખ્ય પ્રધાનના અપમાન બાદ તેલુગુ દેસમ પાર્ટીનું સર્જન થયું હતું.
  • તમે તમારા પરિવારને જ લોકતંત્ર ગણો છો. ઔરંગઝેબ, શાહજહાંની વાતો કરવાવાળા લોકો લોકતંત્રની વાતો કરે છે.
  • અમે પણ તેલંગાણાની રચનાની તરફેણ કરતા હતા, પણ ચૂંટણીની ઊતાવળમાં તમારી એ હરકતને કારણે આજે પણ સમસ્યાઓ યથાવત છે.
  • ગઈ કાલે (કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન) ખડગેએ બશીર બદ્રનો શેર કહ્યો હતોઃ દુશ્મની જમકર કરો લેકિન યે ગુંજાઈશ રહે કી, જબ હમ દોસ્ત હો જાએં તો શર્મિંદગી ન હો. તમે કહેલો શેર (કર્ણાટકના મુખ્ય પ્રધાન) સિદ્ધારમૈયાએ સાંભળ્યો હશે એવી મને આશા છે.
  • ખડગે સાહેબે બશીર બદ્રની ગઝલની શરૂઆતની બે લાઈનો વાંચી હોત તો વધારે સારું થાત. એ બે લાઈનોમાં બશીરે કહ્યું હતુઃ જી ચાહતા હૈ સચ બોલેં-ક્યા કરેં હોંસલા નહીં હોતા.
  • તમારા પક્ષના નેતાઓ પત્રકાર પરિષદ યોજે છે અને તમારી કેબિનેટના આદેશોને ફાડી નાખે છે. તમે લોકતંત્રની વાતો કરો છો.
  • શું છે સોશિયલ મીડિયા પર ચર્ચા?
  • પત્રકાર રાજદીપ સરદેસાઈએ વડાપ્રધાનના ભાષણ વિશે ટ્વીટમાં કહ્યું કે સંસદમાં આ રીતે બૂમો પાડવામાં આવે તે યોગ્ય નથી.
  • ઘોષસ્પોટ નામના યુઝરે ટ્વીટ કરતા કહ્યું હતું કે સત્તામાં આવ્યા બાદ ભાજપ પર અહંકારી થઈ ગયો હોવાના આક્ષેપ થઈ શકે, પરંતુ કોંગ્રેસ એ રીતે વર્તે છે કે જાણે તે સત્તામાં આવી ગયો હોય.
  • તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો