Page Views: 11935

બિહારના સિવાનમાં ધુમ્મસને કારણે ૪ લોકો ટ્રેન નીચે કચડાયા

મજાર પરથી પરત ફરી રહેલા લોકો બન્યા ભોગ

સિવાન:-

         બિહારના  સિવાન જિલ્લામાં કચહરી સ્ટેશન પાસે ધુમ્મસને કારણે 4 લોકો ટ્રેન નીચે કચડાઈ મર્યા હતા અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થયુ છે. આ ઘટના સિવાન જિલ્લાના ગોપાલગંજની છે આ તમામ લોકો વહેલી સવારે મજાર ઉપરથી પાથા ફરી રહ્યા હતા ત્યારે ધુમ્મસને કારણે ટ્રેન દેખાઈ નહતી અને તમામ લોકો પાટા ઓળંગી રહ્યા હતા ત્યારે જ ટ્રેન તેમના ઉપર ફરી વળી હતી. એકા એક બુમાબુમને કારણે આસપાસના લોકોને ખબર પડી હતી તુરંત જ પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી તેમજ બચાવ કામગીરી પણ યુધ્ધના ધોરણે શરૂ કરાઈ હતી પરંતુ ચાર લોકોના ઘટનાસ્થળ ઉપર જ મોત થયા હતા જ્યારે એક બાળકની હાલત ગંભીર છે તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ છે.

        આ તમામ લોકો હસના ગામના રહેવાસી હતા અને વહેલી સવારે મજાર ઉપરથી પરત ફરી રહ્યા હતા. સરકારે મૃતકોના પરિવારજનોને રૂા. 4 લાખની સહાય કરવાની જાહેરાત કરી હતી.