Page Views: 17183

બજેટ : મોબાઇલ-લેપટોપ-ટીવી મોઘા થશે

બજેટ બાદ કેટલી ચીજો મોંઘી થશે તેનું લીસ્ટ અહીં આપવામાં આવ્યું છે.

દિલ્હી:-

    નાણામંત્રી અરૂણ જેટલીએ રજુ કરેલાં બજેટમાં સામાન્ય માણસોને બહુ કોઈ રાહત મળી નથી. એકબાજુ જ્યાં ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યાં શેરબજારમાં રિટર્ન ઉપર પણ ટેક્સ ચૂકવવો પડશે.તો બીજી તરફ ટીવી અને મોબાઇલ જેવી ચીજોના ભાવોમાં પણ વધારો થશે.બજેટ બાદ કેટલી ચીજો મોંઘી થશે તેનું લીસ્ટ અહીં આપવામાં આવ્યું છે.

 

શું થયું મોંઘુ ?


વિદેશમાંથી લક્ઝરી કાર મંગાવવા પર હવે વધુ રૂપિયા ખર્ચવા પડશે. 
ફૂડ પ્રોસેસિંગ, ઈલેક્ટ્રોનિક્સ પર 5 ટકાની કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી. 
વિદેશી મોબાઈલફોન, ટીવની અને લેપટોપના ભાવ વધશે. 
મોબાઈલ ફોન પર કસ્ટમ ડ્યૂટી વધારીને 15થી 20 ટકા કરાઈ. 
ટીવીના ભાગો પર કસ્ટમ ડ્યૂટી વધી.

કેટલે સુધી વધશે ભાવ ?


ટીવી પર 5 ટકા ભાવ વધશે. 
મોબાઈલ ફોન પર 5 ટકા સુધી ભાવ વધશે. 
ચાંદી પર 3 ટકા સુધી ભાવ વધશે. 
ફૂટવેર પર 5ટકા ભાવ વધશે. 
ફોન બેટરી પર 5 ટકા ભાવ વધશે. 
સોના પર 3ટકા ભાવ વધશે.