Page Views: 15910

કસગંજ:ચંદનની હત્યા કરનાર સલીમ પકડાયો

યુપીના કસગંજમાં ચંદન ગુપ્તાની હત્યા કરનાર મુખ્ય આરોપી સલીમ બુધવારે પકડાયો

કસગંજ:-

 

            યુપીના કસગંજમાં ચંદન ગુપ્તાની હત્યા કરનાર મુખ્ય આરોપી સલીમ બુધવારે પકડાયો છે.અલીગઢ રેન્જના આઇજી સંજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે કસગંજની ઘટના બાદથી જ સલીમ ફરાર થઈ ગયો હતો.પરંતુ અમે સલીમની મિલકતો જપ્ત કરવાની નોટિસ તેના ઘરની બહાર મારતા તે પકડાઇ ગયો હતો.

            પોલિસના કહેવા પ્રમાણે સલીમ કસગંજમાં કપડાની દુકાન ધરાવે છે અને તેણે ચંદન ગુપ્તાને ગોળી મારી હતી.22 વર્ષના ચંદન ગુપ્તાની ગત શુક્રવારે ગોળી મારી હત્યા કરાઇ હતી.લો એન્ડ ઓર્ડરના સીનીયર પોલિસ અધિકારી આનંદ કુમાર કહે છે કે સલીમે તેના ઘરની બાલ્કનીમાંથી ગોળી છોડી હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે.અમે કેટલાંક હથિયારો જપ્ત કર્યા છે અને હવે તેને બેલાસ્ટીક રિપોર્ટ માટે મોકલી આપ્યાં છે.

જો કે પોલિસને સલીમનો ગુનાહીત ઇતિહાસ મળી નથી રહ્યો.રીપબ્લીક ડેના દિવસે નીકળેલી તિરંગા યાત્રાના દિવસે ચંદન ગુપ્તાની થયેલી હત્યામાં સલીમના બે ભાઇઓના નામ પણ સામે આવ્યા છે.ચંદનની હત્યા પછી કસગંજમાં બે બસો,વાહનો અને ત્રણ દુકાનો સળગાવવામાં આવ્યા હતા. પોલિસે અત્યાર સુધી 118 લોકોની અટકાયત કરી છે.પોલિસ આ તિરંગા યાત્રા દરમિયાન લેવામાં આવેલાં વીડીયોની પણ તપાસ કરી રહી છે,જેમાં લોકો ગન સાથે ફરતાં દેખાઇ રહ્યાં છે.