Page Views: 38502

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા

વજૂભાઈ વાળા બાદ વધુ એક ગુજરાતી નેતાને રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી

અમદાવાદ: 

          ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. 75 વર્ષ વટાવી ચૂકેલાં આનંદીબેને પટેલે સ્વેચ્છાએ ગુજરાતના સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે તેઓને કોઈ રાજ્યના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં નજીકના ભવિષ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓને જોતાં આ નિર્ણય ઘણો મહત્વનો બની રહે છે.

          આનંદીબેન પટેલને ઓમ પ્રકાશ કોહલીની જગ્યા પર મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આનંદીબેને ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો ત્યારથી તેમને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવામાં આવે તેવી અટકળો ચાલતી હતી. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આનંદીબેન પટેલે વય મર્યાદાને કારણે રાજીનામું આપી દીધું હતું. વજૂભાઈ વાળા બાદ વધુ એક ગુજરાતી નેતાને રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે.