Page Views: 20945

રાજ્ય સરકાર ગ્રાન્ટેડ શાળાઓમાં કરશે ૬૮૫૦ શિક્ષકોની કરશે ભરતી

સાતમાં પગાર પંચના લાભો આપવા સમયે ખાલી રહેલ જગ્યાઓ રદ્દ કરવાની શરતે આ લાભો મંજૂર કરાયા

ગાંધીનગર:

            ફરીવાર રૂપાણી સરકારે સત્તા સંભાળ્યા પછી અને પ્રારંભિક રિસામણા-મનામણા પછી માની ગયેલા નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલે કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. તેમણે જ્યારે રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે, ત્યારે બિન સરકારી, ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુદી જુદી કેડરની ૬૮૫૦ જગ્યાઓ જીવિત કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેના પર તાત્કાલિક નિમણૂકો કરાશે.

નાણામંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સાતમાં પગાર પંચના લાભો આપવા સમયે ખાલી રહેલ જગ્યાઓ રદ્દ કરવાની શરતે આ લાભો મંજૂર કરાયા હતા. પરંતુ શિક્ષણ ક્ષેત્રે આ મહત્વની જગ્યાઓ ભરવાની હોઈ રાજ્ય સરકારે આ જગ્યાઓ પુનઃ જીવિત કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં આચાર્યોની ૧૫૬૬, માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક) ની ૨૯૧૫ ઉચ્ચતર માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાય) ની ૨૩૬૯ મળી કુલ ૬૮૫૦ જગ્યાઓ પુનઃ જીવિત થશે. આગામી સમયમાં આ જગ્યાઓએ નવી નિમણૂકો અપાશે.