Page Views: 16611

GPS વિનાની બસ-રીક્ષાને કરાશે બ્લેક લિસ્ટ

વ્હિકલ માટેની ડુપ્લીકેટ આરસી ફિસલટી પણ બ્લોક કરી દેવામાં આવશે

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે નિર્ણય કર્યો છે કે જે ઓટો રીક્ષા, ટેક્સી, બસ અને અન્ય પબ્લિક સર્વિસ વ્હિકલમાં છેલ્લા ૩ મહિનાથી જીપીએસ બંધ હોય તેમને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. જીપીએસ વિના ચાલતા વાહનો સામે કાર્યવાહીની પૂરી તૈયારી કરી લેવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ વિભાગના જણાવ્યા મુજબ, એ તમામ વાહનોનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે જેમાં છેલ્લા ૩ મહિના કે તેથી વધુ સમયથી જીપીએસ બંધ છે. બ્લેકલિસ્ટ થનાર ઓટો રીક્ષા, ટેક્સી, બસ, સ્કુલ વાન કે અન્ય પબ્લિક સર્વિસ વ્હિકલની પરમીટ ફરી રીન્યુ નહીં થાય અને તેમને ફિટનેસ સર્ટી પણ નહીં મળે. તેમજ વ્હિકલ માટેની ડુપ્લીકેટ આરસી ફિસલટી પણ બ્લોક કરી દેવામાં આવશે.

ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટના સુત્રોનુ કહેવુ છે કે, પ્રથમ રાઉન્ડમાં જે વાહનો સામે કાર્યવાહી થશે તેમાં છેલ્લા ઓક્ટોબર મહિનાથી જીપીએસ એક્ટિવ નથી. ત્યારબાદ બીજા રાઉન્ડમાં છેલ્લા બે મહિનાથી જીપીએસ વિના ચાલતા વાહનોની લિસ્ટ તૈયાર કરવામાં આવશે. નિયમિત ધોરણે ૧૦ દિવસ જીપીએસ ન ચાલતુ હોય તેવા તમામ વાહનો બ્લેક લિસ્ટ કરાશે.
બ્લેક લિસ્ટ કરાયેલ પબ્લિક સર્વિસ વ્હિકલને ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી કોઈપણ પ્રકારની સુવિધાનો લાભ નહીં અપાય. જ્યારે આ વ્હિકલમાં જીપીએસ એક્ટિવ થશે ત્યારબાદ જ તેમને બ્લેક લિસ્ટ કેટેગરીમાંથી હટાવવામાં આવશે.ટ્રાન્સપોર્ટ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતું કે, આ માટે એક ઓપરેશન કન્ટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યુ છે જે તમામ વાહનોનો ડેટા તૈયાર કરી રહ્યુ છે. જીપીએસ સિસ્ટમ હોય પરંતુ કામ ન કરતુ હોય તેવા વાહનોને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે.