Page Views: 18615

ચાર રાજ્યોમાં લાગેલો પદ્માવત ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવતી સુપ્રિમ કોર્ટ: રીલીઝને મળી લીલી ઝંડી

વિવાદાસ્પદ પદ્માવત ફિલ્મને આખરે ઓલ ઇન્ડિયા રીલીઝની મંજુરી સુપ્રિમ કોર્ટ દ્રારા મળી

દિલ્હી

વિવાદાસ્પદ પદ્માવત ફિલ્મને આખરે ઓલ ઇન્ડિયા રીલીઝની મંજુરી સુપ્રિમ કોર્ટ દ્રારા મળી ગઇ છે.ગુજરાત,રાજસ્થાન,હરિયાણા અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યોમાં પદ્માવત પર લાગેલા પ્રતિબંધ પર સુપ્રિમ કોર્ટે સ્ટે મુકતા મુવીનો રીલીઝ થવાનો માર્ગ ખુલ્યો છે.સુપ્રિમ કોર્ટને આ ચાર રાજ્યો પર લાગેલો પ્રતિબંધ ઉઠાવીને 25 જાન્યુઆરીએ રીલીઝ કરવાની મંજુરી આપી છે.સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રા,જસ્ટીસ એએમ ખાનવીલકર અને ડીવાય ચંદ્રચુડની બેન્ચે નોંધ્યું હતું કે સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન(સીબીએફસી)એ પદ્માવત ફિલ્મને U/A સર્ટીફીકેટ સાથે રીલીઝ કરવાની મંજુરી આપી છે એટલે ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ લગાવી શકાય તેમ નથી.

ઉલ્લેખનીય છે કે પદ્માવત ફિલ્મ પર ગુજરાત, એમપી, હરિયાણા અને રાજસ્થાન એમ ચાર રાજ્યોએ પ્રતિબંધ લગાવ્યો હતો. જેની સામે ફિલ્મના નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.પદ્માવતને પ્રોડ્યુસ કરનારી વાઇકોમ કંપનીએ સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે ફિલ્મની રીલીઝ પર ચાર રાજ્યોમાં લાગેલો પ્રતિબંધ ગેરકાનુની છે.ફિલ્મના પ્રોડ્યુસરે એમ પણ જણાવ્યું હતું કે સેન્સર બોર્ડે સુચવેલા સુધારા તેમણે કર્યા છે,જેમાં મુવીનું નામ પદ્માવતીમાંથી બદલીને પદ્માવત કરવામાં આવ્યું છે.આ સિવાયના પણ જરૂરી કટ તેમણે કરેલાં છે.આ અગાઉ ફિલ્મ પદ્માવત 1 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, અને તેનું નામ પણ પદ્માવતી હતી. જોકે, ફિલ્મ સામે જોરદાર વિરોધ થતાં સેન્સરે તેને અમુક સીનો દૂર કર્યા બાદ મંજૂરી આપી હતી, અને રાજપૂતોની લાગણીને ધ્યાનમાં લઈને ફિલ્મનું નામ પણ પદ્માવતીથી બદલીને પદ્માવત કરી દેવાયું હતું.જોકે, ફિલ્મમાં કરાયેલી આ કાપકૂપ બાદ પણ ફિલ્મ સામેનો વિરોધ ઓછો નથી થયો.તાજેતરમાં જ રાજસ્થાનમાં આ ફિલ્મ રિલીઝ થઈ તો રાજપૂત મહિલાઓએ જોહર કરી લેવાની ચિમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ, કરણી સેનાએ પણ ફિલ્મ દર્શાવનારા સિનેમાઘરોમાં તોડફોડ કરવાની ધમકી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 25 જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.કરણી સેનાએ પદ્માવતને લઈને વિરોધ કરતા સેન્સર બોર્ડે એક ખાસ પેનલ બનાવી હતી જેમાં ઈતિહાસવિદો પણ શામેલ હતા. આ સ્ક્રીનીંગ બાદ ફિલ્મને 5 કટ અને UA સર્ટિફિકેટ સાથે રીલીઝ થવાની પરવાનગી આપવામાં આવી હતી. આ ફિલ્મમાં નામ બદલવા સહિતના પાંચ પરિવર્તન કરાયા છે. જેમાં ફેમસ ઘૂમર સોંગ પણ આવી જાય છે.આ ઉપરાંત, ફિલ્મમાં ભ્રમિત કરનારા ઐતિહાસિક સ્થળોમાં બદલાવ કરાયો છે.ફિલ્મને ડિસ્કેલમર આપવા જણાવ્યું જેમાં કહેવાયું છે કે ફિલ્મ કોઈપણ રીતે સતી પ્રથાનું સમર્થન નથી કરતી કે આ ઘટનાને બઢાવી ચઢાવી દર્શાવવાની કોશિશ કરતી નથી. 

જોકે, કરણી સેનાનો વિરોધ હજુ સુધી ઠંડો નથી પડી રહ્યો. ફિલ્મનું નામ બદલવામાં આવ્યું તે અંગે કરણી સેનાના એક કાર્યકર્તાએ જણાવ્યું કે, ઝેરની બોટલ પર અમૃત લખી નાખવામાં આવે તો તે અમૃત નથી બની જતું. અન્ય એક કરણી સેનાના કાર્યકર્તાએ એવી પણ રજૂઆત કરી કે, 25મી તારીખે ફિલ્મ આવશે જ નહીં, અને જો રિલીઝ કરવામાં આવશે તો ફિલ્મના માલિકોને રજૂઆત કરીશું.
અમારી લાગણી અને માગણીને માન આપવામાં આવશે.