Page Views: 13398

પદ્માવત ફિલ્મનો ગુજરાત સહિતના રાજ્યોમાં પ્રતિબંધ અયોગ્ય: પ્રોડ્યુસરે કરી સુપ્રિમ કોર્ટમાં પીટીશન

સેન્સર બોર્ડે રીલીઝ કરવાની મંજુરી આપ્યા પછી આ અમુક રાજ્યોમાં પ્રતિબંધ યોગ્ય નથી.

ન્યુ દિલ્હી:-

            ગુજરાત, રાજસ્થાન,મધ્યપ્રદેશ અને હરિયાણામાં પદ્માવત ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ મુકવાની સામે મુવીના પ્રોડ્યુસરોએ સુપ્રિમ કોર્ટમાં પીટીશન ફાઇલ કરી છે. પીટીશનમાં કહેવામાં આવ્યું છે કે સેન્સર બોર્ડે આ ફિલ્મને રીલીઝ કરવાનું સર્ટીફિકેટ આપ્યું છે અને બોર્ડના કહેવા પ્રમાણે ફિલ્મનું નામ પદ્માવતી થી બદલીને પદ્માવત પણ કરવામાં આવ્યું છે.સેન્સર બોર્ડે રીલીઝ કરવાની મંજુરી આપ્યા પછી આ અમુક રાજ્યોમાં પ્રતિબંધ યોગ્ય નથી.

           મુવીની પ્રોડ્યુસર વાઇકોમ કંપનીએ જણાવ્યું છે કે સેન્સર બોર્ડે જેટલાં કટ સુચવ્યા તે પણ મુવીમાં કરવામાં આવ્યાં છે તેથી હવે દેશના દરેક રાજ્યમાં રીલીઝ કરવાની મંજુરી મળવી જોઇએ.સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ આ પીટીશનની સુનવણી 18 જાન્યુઆરીએ રાખી છે.ફિલ્મના પ્રોડ્યુસર દ્રારા પીટીશનમાં મુઝ્ઝફરનગર - ધ બર્નિંગ લવ ફિલ્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ ફિલ્મ પર પણ કેટલાંક રાજ્યોએ પ્રતિબંધ મુક્યો હતો જેની સામે સુપ્રિમ કોર્ટે ટકોર કરી હતી.