Page Views: 15202

PM મોદી અને નેતન્યાહૂનો આજે અમદાવાદમાં રોડ શો: જાણો વિગત

7 ઝોનની 7 લેયરની સિક્યુરિટીમાં કુલ 2 હજાર જેટલા પોલીસ કર્મચારી ગોઠવવામાં આવ્યા

અમદાવાદ:

           અમદાવાદમાં છેલ્લાં બે વર્ષમાં ચીન અને જાપાનના વડાપ્રધાન આવી ચૂક્યા છે. હવે આજે ઈઝરાયલના વડાપ્રધાન અમદાવાદના મહેમાન બની રહ્યા છે. જિનપિંગ, શિન્ઝો આબે અને નેતન્યાહૂ ત્રણેયમાંથી સૌથી વધુ ખતરો ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સામે છે. એટીએસનાં સૂત્રોનું કહેવું છે કે, નેતન્યાહૂને વિશ્વવ્યાપી ત્રાસવાદી સંગઠનોથી ખતરો હોવાથી સિક્યુરિટી પણ તે પ્રમાણેની ગોઠવવામાં આવી છે

 

          વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂના રોડ-શો દરમિયાન સમગ્ર રૂટ પર કુલ 75 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ સ્ટેજ પર ભારતનાં તમામ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતાં પ્રાચીન-અર્વાચીન ગરબા, મેહર રાસ તથા દાંડિયા રાસ રજૂ કરવામાં આવશે. ઈઝરાયેલના વડાપ્રધાનના સ્વાગત માટે સૌરાષ્ટ્રના સિદી બાદશાહ કલાકારો પણ તેમનું પરંપરાગત નૃત્ય રજૂ કરશે.અમદાવાદ શહેર પોલીસ દ્વારા બોટ દ્વારા સાબરમતી નદીમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં જેટલા વિસ્તારમાંથી નદી વહે છે, તે તમામ વિસ્તારોમાં પોલીસ બોટ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી શંકાસ્પદ ગતિવિધીઓને પકડી પાડવા સજ્જ રહેશે. ગાંધી આશ્રમમાં જ કુલ 117 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનું મોનિટરિંગ પણ આશ્રમની એક રૂમમાં જ કરવામાં આવી રહ્યું છે.એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના 7 કિમીના રૂટ પર કુલ 7 ઝોન બનાવવામાં આવ્યા છે. દરેક 1 કિમીના રૂટની સિક્યુરિટીનો ચાર્જ ડીસીપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવ્યો છે. 7 ઝોનની 7 લેયરની સિક્યુરિટીમાં કુલ 2 હજાર જેટલા પોલીસ કર્મચારી ગોઠવવામાં આવ્યા છે.