Page Views: 15168

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ માટે આજે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક

જેમાં પદનામિત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ હાજર રહેશે

ગાંધીનગર:-

            રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થઇ રહ્યો છે. ત્યારે આજે સવારે ૧૧.૩૦ વાગ્યે કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી પત્રકાર પરિષદ સંબોધશે. જેમાં પદનામિત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ હાજર રહેશે.

            આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીમાં માટે આજે બપોરે બે વાગે બેઠક યોજાવવાની છે . જેમાં કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ હાજર રહેશે. બેઠકમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તૈયારીને લઇને ચર્ચા થશે. નગરપાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા થશે. ધારાસભ્યોને જવાબદારી સોંપવા અને ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવશે.આ ઉપરાંત ૪ વાગેપદાધિકારીઓની બેઠક મળશે. જેમાં ખેડૂત અને યુવાલક્ષી કાર્યક્રમો અંગે ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા તરીકે ૧૯ જાન્યુઆરીએ ચાર્જ સંભાળે તેવી શક્યતા છે.