Page Views: 53908

દેશના ઇતિહાસમાં પહેલીવાર સુપ્રીમ ચીફ જસ્ટિસ વિરૂધ્ધ ૪ જજ મિડીયા સમક્ષ આવ્યાઃ

સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતાને પણ અસર

દિલ્હી -12-1-2018

સ્વતંત્રતા બાદ દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના ૪ જજાએ આજે પત્રકાર પરીષદ કરીને ખળભળાટ મચાવી દીધો. ચીફ જસ્ટિસ બાદ સુપ્રીમ કોર્ટના ૪ વરિષ્ઠ જજ જસ્ટિસ ચેલામેશ્વર, જસ્ટિસ મદનલોકુર, જસ્ટિસ કુરિયન જાસેફ, જસ્ટિસ રંજન ગોગોઇએ મીડિયા સાથે વાત કરીને સુપ્રીમ કોર્ટના પ્રશાસનમાં અનિયમિતતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચાર જજાનો એક સાત પાનાનો પત્ર પણ સામે આવ્યો છે. જેમાં જજાએ કેટલાક કેસમાં એસાઇનમેટને લઇને નારાજગી વ્યકત કરી છે. જજાએ આરોપ મુકયો છે કે ચીફ જસ્ટીસ તરફથી કેટલાક મામલાઓને કેટલીક ખાસ બેન્ચો અને જજાને જ આપવામાં આવે છે.  મીડિયા સાથે વાત કરીને ૨ નંબરના જજ મનાતા જસ્ટિસ ચેલામેશ્વરે કહ્નાં, અંદાજે ૨ મહિના પહેલા અમે ૪ જજાના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો અને મુલાકાત કરી અને તેઓને જણાવ્યું કે, જે કંઇ પણ થઇ રહ્નાં છે તે યોગ્ય નથી. પ્રશાસન યોગ્ય રીતે ચાલી રહ્નાં નથી. આ મામલો એક કેસના અસાઇનમેન્ટ અંગેનો હતો. તેઓએ કહ્નાં કે, જાકે અમે ચીફ જસ્ટિસને અમારી વાત સમજાવામાં અસફળ રહ્ના. તેથી અમે દેશ સમક્ષ સંપૂર્ણ વાત રાખવાનો નિર્ણય કર્યો. પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે, ક્યાં મામલા અંગે તેઓએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો. જસ્ટિસ કુરીયન જાસેફે કહ્નાં કે, તે એકનું અસાઇનમેન્ટ હતું તે પૂછવામાં આવ્યું કે શું આ સીબીઆઇ જજ જસ્ટિસ લોયાના શંકાસ્પદ મૃત્યુ સાથે જાડાયેલો મામલો છે. કુરિયને કહ્નાંહા બધાની વચ્ચે સીજેઆઇને લખેલો પત્ર જજ મીડિયાને આપવાના છે જેનાથી સમગ્ર મામલો સ્પષ્ટ થશે કે ક્યાં મામલા અંગે તેઓના ચીફ જસ્ટિસ સાથે મતભેદ છે.  જસ્ટિસ ચેલામેશ્વર અને જસ્ટિસ કુરિયન જાસેફે કહ્નાં કે, અમે તે પત્ર સાર્વજનિક કરીશું. જેનાથી સમગ્ર વાત સ્પષ્ટ થશે. ચેલામેશ્વરે કહ્નાં કે, ૨૦ વર્ષ બાદ કોઇ એમ ન કહી શકે. અમે અમારી આત્મા વેચી દીધી છે તેથી અમે મીડિયા સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. ચેલામેશ્વરે કહ્યુ કે, ભારત સહિત કોઇપણ દેશમાં લોકતંત્રને જાળવી રાખવા માટે તે જરૂરી છે કે, સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થા યોગ્ય રીતે કાર્ય કરે. અમારા પત્ર પર હવે દેશને વિચાર કરવાનો છે કે મુખ્ય ન્યાયાધીશ વિરૂધ્ધ મહાભિયોગ ચલાવો કે નહી.