Page Views: 31918

ગુજરાતમાં ૧૭મીએ દેશવ્યાપી હડતાલને સફળ બનાવવા બેઠકોનો દોર શરૃ: ગુજરાતની ૭૦ હજાર આશાવર્કરો, આંગણવાડી બહેનો જોડાશે

ભાજપ સરકારે ચૂંટણીઢંઢેરામાં વચન આપ્યું પણ પગારવધારો કર્યો નહીં

અમદાવાદ:-

             પગારવધારા સહિત અનેક વણઉકેલાયેલાં પ્રશ્નોના મુદ્દે હવે આશાવર્કરો,આંગણવાડી બહેનો હવે સરકાર સામે શિંગડા ભેરવવા તૈયાર થઇ રહી છે. ૧૭મીએ દેશવ્યાપી હડતાલનુ એલાન જાહેર કરાયુ છે જેમાં ગુજરાતની ૭૦ હજાર આંગણવાડી બહેનો,આશાવર્કરો જોડાશે. આંગણવાડી બહેનો,આશાવર્કરોનો પગાર વધારો,સરકારી કર્મચારીનો દરજ્જો આપો, આ યોજનાના ખાનગીકરણ સામે રોક લગાવો,આંગણવાડીમાં કેશ ટ્રાન્સફર,પેક્ટફુડના નિર્ણય રદ કરો,આવી ઘણી માંગણીઓ પૂર્ણ કરવાની કેન્દ્ર સરકારને વિવિધ સંગઠનોએ અલ્ટીમેટમ આપ્યુ છે.

            ગુજરાતમાં ૧૭મીએ દેશવ્યાપી હડતાલને સફળ બનાવવા બેઠકોનો દોર શરૃ થયો છે. હડતાલને પગલે ૧૭મીએ ગુજરાતની ૫૦ હજાર આંગણવાડીઓને બંધ રહેશે.આશાવર્કરો પણ હેલ્થ સેન્ટર પર જશે નહીં. એસોસિએશનના આગેવાનોનું કહેવુ છેકે, વર્ષ ૨૦૧૧થી ભાજપ સરકારે આંગણવાડી બહેનોનો પગારવધારો આપ્યો નથી. લોકસભાની ચૂંટણી વખતે ભાજપે ઢંઢેરામાં પગાર વધારો કરવા વચન આપ્યુ હતું તેમ છતાંયે આજદીન સુધી વધારો કર્યો નથી.જયાં સુધી માંગણીઓ પૂર્ણ નહી થાય ત્યાં સુધી લડત લડવા નિર્ધાર વ્યક્ત કરાયો છે.