Page Views: 30277

કાશ્મીરના સોપોરમાં આતંકીઓ દ્વારા LED બ્લાસ્ટ: ૪ પોલીસકર્મી શહીદ

આ દુર્ઘટનામાં અન્ય પોલીસકર્મી ઘાયલ પણ થયા

જમ્મુ-કાશ્મીર: 

        કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં આજે આતંકવાદીઓ દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો. આ બ્લાસ્ટમાં 4 પોલીસકર્મી શહીદ થયા છે.

        સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વહેલી સવારે બારામુલા જિલ્લાના સોપોરમાં SBIની બ્રાન્ચ પાસે LED બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં અન્ય પોલીસકર્મી ઘાયલ પણ થયા છે જેમને સારવાર માટે શ્રીનગર લઈ જવામાં આવી રહ્યા છે.