Page Views: 84485

પિતાની છત્રછાંયા ગુમાવનારી 251 દીકરીઓ સમુહ લગ્નમાં પ્રભુતામાં પગલા પાડશે

મહેશ સવાણી અને રાજગ્રીન ગ્રુપ દ્વારા આયોજીત સમુહ લગ્નમાં દીકરીઓ મંડપમાં આવશે ત્યારે તેનું પુજન કરાશે

 સુરત-21-12-2017

 પી.પી. સવાણી ગ્રુપ અને મોવલીયા ગ્રુપ દ્વારા આયોજીત પારેવડી સમૂહ લગ્નમાં આગામી તારીખ 24મી ડિસેમ્બરના રોજ પાંચ મુસ્લિમ, એક ખ્રીસ્તી સહિતની પિતા વિહોણી હિન્દુ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવશે. પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે આ તમામ દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવશે. આ સમૂહ લગ્નમાં ગુજરાત જ નહીં મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ અને રાજસ્થાન સહિત હૈદરાબાદની દીકરીઓના પણ લગ્ન યોજાશે. સાથોસાથ  બે એચઆઈવી પોઝિટીવ દીકરીઓના એન્ગેજમેન્ટ પણ થશે.સમૂહ લગ્ન અંગે માહિતી આપતાં મહેશ સવાણી અને બટુક મોવલીયાએ જણાવ્યું હતુ કે, લગ્નની તમામ જવાબદારીઓ અલગ અલગ સોંપવામાં આવી છે. સવાણી ગ્રુપના 2 હજાર જેટલા સ્વયંસેવકો રસોડા સહિતની જવાબદારીઓ ઉઠાવશે. અન્ય ગ્રુપના એક હજાર લોકો ટ્રાફિકની જવાબદારી પ્રમાણે કામ કરશે. તેમજ  મોવલીયા ગ્રુપના લોકો સ્ટેજન સંચાલનની જવાબદારીઓ નિભાવશે. આ વર્ષે દીકરીઓનું સન્માન તેમના પૂજન દ્વારા કરીને બેટી બચાવો બેટી વધાવોનું સુત્ર સાર્થક કરવામાં આવશે. દીકરીઓનું મંડપમનાં દુલ્હાની જેમ સ્વાગત થશે. અને અહીં તેમનું તેમના સાસુ સસરા દ્વારા પૂજન કરવામાં આવશે. સાથે સ્ટેજ પર પણ સાતેક દીકરીઓનું પૂજન કરવામાં આવશે. મહેશભાઈ સવાણી દ્વારા 24 ડિસેમ્બરે વધુ 251 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ પ્રસંગ પહેલા આગામી તારીખ 23મીએ જનનીધામનું ભૂમિપૂજન કરાશે.આ સમૂહ લગ્નમાં નવો ચિલો શરૂ થવા જઇ રહ્યો છે, જેમાં દુલ્હાની જેમ દુલ્હનની એન્ટ્રી થશે અને મંડપમાં તેનું પૂજન પરિવાર દ્વારા કરવામાં આવશેપી.પી.સવાણી ગ્રુપ દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી નાતજાતના ભેદભાવ વગર પારકી દીકરીઓને પોતાની સમજી લગ્ન કરાવાય છે. આ અંગે સવાણી ગ્રુપના મહેશભાઈએ કહ્યું કે વિવાહના પાંચ ફેરાથી સન 2012માં દીકરીઓના લગ્ન કરાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના અને દીકરી દિલનો દીવો જેવા પ્રસંગો સાકાર કરાયા. અત્યાર સુધીમાં 2123 દીકરીઓ દત્તક લીધી છે. તે સિવાય 62 એચઆઈવી પોઝીટીવ અને 7 કચરાપેટીમાંથી મળેલી દીકરીઓ પાસે રાખી ઉછેર કરીએ છીએ.