Page Views: 81517

હિતેશ રબારી આત્મહત્યા કેસમાં આખરે જ્યોતિ સામે ગુનો નોંધાયો

માલેતુજાર નબીરાઓને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા ખંખેરવામાં માહેર છે જ્યોતિ

સુરત-21-12-2017

શહેરમાં ચકચાર મચાવનારા હિતેશ રબારી આત્મહત્યા કેસમાં આખરે પોલીસ હરકતમાં આવી છે અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો જ્યોતિ સામે દાખલ કર્યો છે. હાલમાં જ્યોતિ નાસતી ફરે છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના ડુમસ ખાતે રહેતા રબારી સમાજના કરોડપતિ પરિવારના યુવાન હિતેશ રબારીએ પોતાની ગનમાંથી જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ હિતેશ રબારી અને જ્યોતિના સબંધોને લઇને જોરદાર ચર્ચા ચાલી હતી તેમજ જ્યોતિએ હિતેશને સતત બ્લેકમેઇલ કરીને તેની પાસેથી રૂપિયા ઉસેટવાનું શરૂ કર્યું હતું. જ્યોતિની સતત વધતી ડિમાન્ડને કારણે હિતેશ કંટાળી ગયો હતો તેમજ મોટા ભાગે તે પોતાના ફાર્મ હાઉસ પર જ રહેવા લાગ્યો હતો. જ્યોતિ દ્વારા લાખો રૂપિયા પડાવી લીધા બાદ પણ તેની ડિમાન્ડ સતત ચાલુ રહી હતી. આખરે જ્યોતિ સોલંકીની માંગણીથી કંટાળી અને હિતેશ રબારીએ પોતાની રાયફલમાંથી માથામાં ગોળી ધરબી દઇ આત્મહત્યા કરી લીધી હતી.

હિતેશ રબારી જેવા અનેક માલેતુજાર નબીરાઓને ફસાવીને જ્યોતિ તેમની સાથે બિન્દાસ્ત રંગરેલીયા મનાવતી હોવાનું કહેવાય છે  અને જ્યારે જ્યોતિની જાળમાં શિકાર ફસાઇ જાય ત્યાર બાદ તે આવા યુવાનોના ઘરે પહોંચી જતી હતી અને બ્લેક મેઇલ કરીને રૂપિયા પડાવતી હતી. માલેતુજાર યુવાનોને પોતાની જાળમાં ફસાવવા માટે જ્યોતિ અલગ અલગ જીમમાં જતી હતી હતી અને ત્યાં આવતા યુવાનોની સાથે દોસ્તી કેળવીને તે પોતાનો કસબ અજમાવતી હતી. હિતેશ રબારીની પણ આવી જ હાલત થવાને કારણે તેને આત્મહત્યા કરવાનો વખત આવ્યો હતો. જો કે, છ મહિનાની તપાસના અંતે ગણદેવી પોલીસ દ્વારા જ્યોતિને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે નોટીસ કાઢવામાં આવી હતી. જ્યોતિ પોલીસ સામે હાજર ન થતા તેના વિરૂધ્ધ ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.