Page Views: 70589

રાજ્યોની સહમતી મળે પછી જ પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીની યાદીમાં સામેલ કરાશે- જેટલી

કોંગી નેતા પી.ચીદમ્બરમે રાજ્યસભામાં ઉઠાવ્યો સવાલ

દિલ્હી-20-12-2017

કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પ્રોડકટસનો સમાવેશ ગુડસ એન્ડ સર્વિસસ ટેકસ (જીએસટી)ની યાદીમાં કરવાની તરફેણમાં છે, પરંતુ એમ કરતાં પહેલાં રાજ્યોમાં સર્વસંમતિ હોય એ ઇચ્છનીય છે એમ નાણાપ્રધાન અરૂણ જેટલીએ મંગળવારે કહ્યું હતું.રાજ્યસભામાં કોંગ્રેસનાં નેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા બાબતે કેન્દ્ર સરકારના વલણને જાણવા માગ્યું એના ઉત્તરમાં જેટલીએ આ પ્રમાણે જણાવ્યું હતું. ચિદમ્બરમે એ જણવા માગ્યું હતું કે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઇલનાં ભાવ ઘટી રહ્યા છે એ સાથે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ કેમ ઘટતા નથી. એના જવાબમાં જેટલીએ કહ્યું હતું કે 'આ બાબતની જેમને ખબર છે તેમણે જ આ પ્રશ્ન પુછ્યો છે. યુપીએ સરકારે જીએસટીનાં ખરડામાં પેટ્રોલને બાકાત રાખ્યું હતું. કારણ કે એ બાબતે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સમજુતી જરૂરી હતી. હવે તમે વિપક્ષમાં છો એટલે તમને તમારૂ વલણ બદલવાની સગવડ છે. વર્તમાન સરકાર રાજ્યોને આ બાબતે સમજાવી રહી છે અને રાજ્યો નામરજી છતાં પેટ્રોલને જીએસટી હેઠળ લાવવા સંમત થયાં છે.