Page Views: 73315

સુરત આરટીઓ દ્વારા બાઇકના પસંદગીના નંબરો માટે ઓનલાઈન હરાજી થશે

૨૧ થી ૨૩ ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

સુરત-20-12-2017

સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન હરાજી કરવામાં આવશે. દ્વિ-ચક્રીય વાહનોના ૧ થી ૯૯૯૯ માટેની GJ05.PN સિરીઝ ની ઈ ઓક્શન કરાશે. ઈ-ઓક્શનમાં ઓનલાઈન અરજી તા.૨૧/૧૨/૨૦૧૭ થી  ૨૩/૧૨/૨૦૧૭, સમય ૨.૦૦ વાગ્યા સુધીમાં કરી શકાશે. જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી ઈચ્છુક વાહન માલિકો ભાગ લઇ શકે તે માટે હરાજીની મુદત પણ વધારવામાં આવી છે. ઈ-ઓક્શનનું બિડિંગ તા.૨૩ થી ૨૫/૧૨/૨૦૧૭ ના રોજ ઓપન થશે. તા.૨૬ ના રોજ ફોર્મ ભરવાના રહેશે.

અરજદારોએ સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો આ ફોર્મ રજૂ નહિ કર્યું હોય તો પસંદગીના નંબર ફાળવવામાં આવશે નહિ. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિનની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે. સમયમર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.