Page Views: 65775

મહેસાણામાં ભાજપનો કાર્યકર રજની પટેલનો વિરોધ કરતી મહિલાઓને મારવા ખુલ્લી તલવાર લઈ દોડ્યો

બહુચરાજીના ભાજપના ઉમેદવાર રજની પટેલ તેમના મત વિસ્તાર પાંચોટમાં પ્રચાર માટે નીકળ્યા હતા

મહેસાણાઃ

        વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીનો પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે બહુચરાજીના ભાજપના ઉમેદવાર રજની પટેલ તેમના મત વિસ્તાર પાંચોટમાં પ્રચાર માટે નીકળ્યા હતા. જોકે, પાટીદાર મહિલાઓએ તેમનો થાળી વગાડી વિરોધ કર્યો હતો. દરમિયાન ભાજપનો કાર્યકર ખુલ્લી તલવાર સાથે તેમને મારવા દોડ્યો હતો.

        આ અંગેની વિગતો એવી છે કે, ભાજપના રજની પટેલનો પાંચોટમાં વિરોધ થતાં આઇટી સેલના પ્રમુખ ચંદ્રેશ પટેલે ગુસ્સે ભરાયો હતો અને વિરોધ કરી રહેલી મહિલાઓ સામે ખુલ્લી તલવાર લઈને દોડ્યો હતો. એટલું જ નહીં, આઇટી સેલે મંડલમાં તોડફોડ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.નોંધનીય છે કે, આ પાંચોટ ગામને સાંસદ જયશ્રીબેન પટેલે દત્તક લીધેલું છે. આજે ભાજપ પ્રચારમાં આવતાં તેમની સામે વિરોધ થતાં મામલો ગરમાયો હતો.