Page Views: 14368

કાશ્મીરનાં હંદવાડામાં ૩ આતંકી ઠાર: ૧ સ્થાનીકનું મોત

3 આતંકી ઠાર કરવામાં આવ્યા હોવાના કારણે સોપોર, બારામુલા, હંદવાડા અને કુપવાડામાં ઈન્ટરનેટ સર્વિસ બંધ કરાઈ

શ્રીનગરઃ

         જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનું આતંકીઓ સામે ઓપરેશન શરૂ જ છે. સોમવારે સવારે સેનાએ હંદવાડામાં  3 આતંકીઓ ઠાર કર્યા છે. ઓપરેશનની કાર્યવાહી દરમિયાન એક નાગરિકનું પણ મોત થયું છે.  3 આતંકી ઠાર કરવામાં આવ્યા હોવાના કારણે સોપોર, બારામુલા, હંદવાડા અને કુપવાડામાં ઈન્ટરનેટ સર્વિસ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

        એન્કાઉન્ટર મધરાતે સાડા બાર વાગે શરૂ થયું હતું. હાલ ફાયરિંગ બંધ થઈ ગયું છે. સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ છે.ઘાટીમાંથી આતંકીઓ સાફ કરવા માટે સેના દ્વારા ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે સિક્યુરિટી ફોર્સની કાર્યવાહીમાં 200થી વધુ આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે. જેમાંથી 40 આતંકી ડિસ્ટ્રીક્ટ કમાન્ડર કે તેનાથી ઉપરના લેવલના હતા. આ પૈકી ઘણા આતંકી 4-5 વર્ષથી સક્રિય હતા.