Page Views: 46747

દેશમાં કે વિશ્વના કોઇ પણ ખુંણે સૈનિક જ્યારે શહીદ થાય છે ત્યારે તેની શહીદી એ વૈશ્વિક શહીદી છે

બાપ એ છે કે જે પોતાના પુત્રને ધર્મ શીખવે સાથે બીજાના કલ્યાણ માટે ખપી જવાનું સામર્થ્ય પણ શીખવે

સુરત-6-12-2017

શહીદ માનસ રામકથાના આયોજક નનુભાઇ સાવલિયાના યજમાન પદે આયોજીત દેશના વીર સૈનિકોના લાભાર્થે કર્ણભૂમિ ખાતે  આજના પાંચમાં દિવસે શહીદ માનસ રામકથામાં પૂજ્ય મોરારિબાપુએ શહીદી વિશે અને જટાયુના અંતિમ સંસ્કારની વાતને વણી લઇ કથાનો દૌર આગળ ધપાવ્યો હતો. સાથો સાથ દાનનો પ્રવાહ પણ અવિરત પણે ચાલુ રહ્યો હતો અને સંખ્યાબંધ સેવાભાવી દાતાઓ દ્વારા દાનની રકમો જાહેર કરવામાં આવી હતી. વિશ્વના કોઇ પણ ખુંણે જે સૈનિક શહીદ થાય છે તેની શહીદી વૈશ્વિક છે અને તેનું મહત્વ કંઇક વિશેષ છે. પ્રત્યેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે અને આપણે સ્મશાનમાં જ નિવાસ કરીએ છે ત્યારે શહીદના મૃત્યુને કંઇક અલગ જ કહી શકાય. વિશ્વમાં ગીધ અને કાગડો બધી જ જગ્યાએ જોવા મળે છે. મારો કાગ ભુસંડીજી પ્રમાણ છે કાગડો વૈશ્વિક પક્ષી છે અને તેના અનેક પ્રમાણ છે ભિન્ન ભિન્ન બ્રહ્માંડમાં નવા નવા દશરથો અને કૌશલ્યા જોવા મળે છે પરંતુ રામ જોવા મળતા નથી.

જટાયુ વૈશ્વિક શહીદી છે ગાંધીજીની શહીદી પણ વૈશ્વિક છે અને વિનોબાજીએ વિશ્વ માનવ એવો શબ્દ વાપર્યો છે. દશરથે પ્રાણ ત્યાગ કર્યો પુત્ર માટે અને જટાયુએ પ્રાણ ત્યાગ કર્યો છે સીતા માટે, શીલ માટે વાલ્મિકી જી કહે છે કેટલાય દાનો આપનારો માણસ નીકળશે વેદના પરમ અર્થ કાઢનારા વિધ્વાનો નીકળશે પરંતુ જટાયુને જે ગતિ મળી એવી ગતિ કોઇને નહીં મળે, શહીદની ચેતના એ વૈશ્વિક છે અને બોર્ડર પર જે જીવન સમર્પિત કરે એ શહીદ છે. સત્સંગ કરો તો દૌરંગાની સાથે ન બેસશો. એમા તમારી પત જાશે. વિશેષણ મુક્ત છે એ ધર્મ છે ધર્મ શિખવે, આચરતા શિખવે અને જો ચુકીએ તો ટપલી મારીને પાછા કર્તવ્યના રસ્તે ચડાવી દે એ બાપ, છોકરાને ભણાવે નહીં એ બાપ નથી, થોડીક સંપતિ આપીને જાય, જીવનનો અર્થ આપીને જાય એ પિતા છે. પિતાનો ત્રીજો અર્થ છે કામ પણ આપે છોકરાના લગ્ન કરાવી દે, ધર્મને અનુકૂળ સંતાનો પ્રાપ્ત થાય અને છેલ્લે એવા પઠ ભણાવે અને છોકરાને બંધનમાં ન રાખે અને મોક્ષ આપે એ બાપ, જટાયુને રામે કહ્યું તમે અમને ધર્મ શિખવ્યો, જાન આપીને પણ બીજાની ઇજ્જત બચાવવી બીજાના કલ્યાણ માટે ખપી જવું એવુ તમે અમને શિખવ્યું, તમે ધર્મ જીવીને બતાવ્યો, અર્થને સાચવ્યો, તમે લક્ષ્મીને બચાવી. વ્યાસ પીઠ પરથી તમે કેવી સ્ત્રી કલ્પો છો. વ્યાસ પીઠ એવી સ્ત્રી ઇચ્છે કે તેમાં શ્રી હોય, તેજ, ઓજશ્વીતા અને પુરૂષ કેવો જેનામાં પૌરૂષત્વ વાળો હોવો જોઇએ. પિતાની બીજી વ્યાખ્યા પોતાના દીકરાનું મન રાખે તેની બુધ્ધીને વ્યભિચારી ન થવા દે એના ચિત્તને ઉદાસ ન થવા દે એનું નામ બાપ, છોકરાને અહંકાર ન આવે એનું ધ્યાન રાખે એ પિતા છે. રામે જટાયુને ચાર વખત બાપ કહ્યા છે. બાપ શહીદો માટેનો શબ્દ છે. શહીદ માં ભોમનું સંતાન છે એટલે તેને બાપ કહી શકાય. બોર્ડર પર સૈનિક પ્રાણ ત્યાગે ત્યારે સૈનિકોને બહુ કષ્ટ થાય છે. શહીદોના બાળકોના ચહેરા પર ઉદાસીનતા જોજો આપણે તેમના ચહેરા પર કઇ રીતે પ્રસન્નતા લાવી શકીશું. મહાભારતનું પરિણામ શું આવ્યું આખા કુળનો નાશ થયો છે. એક મડદું બીજા મડદાને સળગાવી દે છે. આપણે બધા બહુ મોટા સ્મશાનમાં બેઠા છીએ, શુભ અશુભ પ્રસંગો જ્યાં બધા

 

ઃઃઃઃઃઃઃ સુરતની ભૂમિ કુંવારી છે અને એટલે જ કર્ણને અહીં અગ્નિદાહ આપવામાં આવ્યો

ભીષ્મ જ્યારે બાણશૈયા પર ગયા પછી પાંચ દિવસ ગુરૂદ્રોણ યુધ્ધની બાગડોર સંભાળે છે અને બે દિવસ માટે કર્ણ યુધ્ધનો દોરી સંચાર કરે, કર્ણ દાનવીર છે એટલે એ એવુ ઇચ્છે છે કે, તેનો અગ્નિદાહ કુંવારી ભૂમિ પર આપવામાં આવે, આખા વિશ્વમાં કુંવારી ભૂમિ ક્યાં પરંતુ નસીબદાર સુરત છે કે જ્યાં તાપીના કિનારે કુંવારી ભૂમિ છે. ત્યાં ભગવાને પોતાના હાથ પર કર્ણને દાહ આપ્યો. આવો જ પ્રસંગ જટાયુ નો છે તેને પણ ભગવાનના હાથમાં જ દાહ આપે છે અને તેની મૃત્યુ ક્રિયા કરી છે. શહીદ જે મરે છે તે ગમે ત્યાં મરે શહીદનો અગ્નિ સંસ્કાર તો રામના હાથમાં જ થાય છે. તેણે ક્યારેય હરામ કામ કર્યું નથી જ્યાં શહીદોનો અગ્રિ સંસ્કાર થાય છે ત્યાં રામ હશે. માનસ શહીદ એક વિશ્વ માનસ તરીકે જટાયુ શહીદ છે. કાગ ભુસંડી અને જટાયુ જ વૈશ્વિક કેમ .. આપણે બધા જ ખનીજ પુરૂષ છીએ, પછી વૃક્ષ માનવ આવે એ શ્રેષ્ઠ છે કેમ કે વૃક્ષ આપણને ફળ આપે છે છાંયો આપે છે પછી માનવની જે વ્યાખ્યા આવે છે એ પશુ માનવ છે. થોડી બુધ્ધી છે પછી જે માનવ છે એ સરળ અને તરળ છે એ જળ માનવ છે. પરંતુ બધાથી શ્રેષ્ઠ માનવ છે એ વિશ્વ માનવ છે. આ ભારતીય સનાતન ધર્મની જ કલ્પના હોઇ શકે, શહીદોની કુરબાની વૈશ્વિક હોય છે અને એટલે આપણે સુરતના આંગણે શહીદોની કથા માંડી છે.

ઃઃઃઃઃઃઃ દાતાઓના દાનનો પ્રવાહ સતત ચાલુ રહ્યો

રામકથાના પાંચમાં દિવસે ગોવિંદભાઇ ધોળકિયા દ્વારા જે દાનની રકમ આપવામાં આવી તેમાં તેમના કારખાનાના રત્નકલાકારો દ્વારા એક દિવસથી માંડીને બે, પાંચ કે દસ દિવસનો પગાર દાનમાં આપવામાં આવ્યો હતો અને આ રકમનો આંક એક કરોડ 20 લાખ જેટલી થતી હતી જેમાં રૂપિયા 1 કરોડ 31 લાખ જેટલી રકમ ઉમેરી અને ગોવિદભાઇ ધોળકિયા દ્વારા દાનની કુલ રકમનો આંક રૂપિયા 2.51 કરોડ કરવામાં આવ્યો હતો અને આ તમામ રકમ દાનમાં આપવાની જાહેરાત કરી હતી. સુરતના આંગણે આયોજીત રામકથાના પાંચમાં દિવસે કતારગામ ખાતે આવેલા રામ કૃષ્ણ એક્સપોર્ટના સંચાલક ગોવિંદભાઇ ધોળકિયા દ્વારા રૂપિયા 2 કરોડ 51 લાખની રકમનો ચેક આપવામાં આવ્યો હતો.  

ઃઃઃઃઃઃઃ શહીદઅશોકકુમાર સિંગ અનેશહીદ જાવરામુંડાનાપરિવારને સહાય અર્પણકરવામા આવી

બિહારના વતની અશોકકુમાર સિંગ ઉરીહુમલામા શહીદ થયાછે.આ ઉપરાંતઝારખંડના જાવરા મુંડાપણ ઉરી એટેકદરમિયાન રાષ્ટ્રની રક્ષાકાજે ઉરી એટેકદરમિયાન શહીદ થયાછે.આ બન્ને વીરજવાનોના પરિવારનેરૂ.2.51 લાખની સહાયસાથે શાલ અને સ્મૃતિભેટ પણ આપવામાંઆવી હતી.

 

ઃઃઃઃઃઃઃ આ સેવાયજ્ઞમા સામેલ દરેકવ્યક્તિ દેશનોસૈનિક::કમાન્ડર ઉદયભાસ્કર

મારૂતિવીર જવાન ટ્ર્સ્ટ્રનેઆ સેવા કાર્ય બદલઅભિનંદન આપતા આપ્રસંગે ઉપસ્થિત કમાન્ડરઉદયભાસ્કરે કહ્યુ કેજ્યારે રાષ્ટ્રની સેવાનીવાત આવે ત્યારે તેમાયોગદાન આપનારસિક્ષક,ડોકટર,પ્રોફેસર,વેપારી સહીત તમામ આદેશના સૈનિક છો.સુરતમાપહેલી વાર આ પ્રકારનોપ્રયાસ થઈ રહ્યો છે જેબદલ અભિનંદન આપુછુ.સુરતમા થયેલો આપ્રયાસથી સૈનિકોને હુંફમળે છે તથા શહીદનાપરિવારને મારી સાથેકોઇ છે એવી લાગણીથાય છે.સેનામાગુજરાતનુ ખુબ જ મોટુયોગદાન છે જેની સમગ્રભારત સહર્ષ નોંધ લેતુથયુ છે.આ પ્રસંગે વિંગકમાન્ડર અભિષેકમતિમાન પણ ખાસઉપસ્થિત રહ્યા હતા.