Page Views: 52640

કાપોદ્રાથી સૌરાષ્ટ્ર સોસાયટી સુધીના વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ધીરૂભાઇ ગજેરા દ્વારા ગ્રુપ મિટીંગનો દૌર યથાવત

કાપોદ્રા ભરવાડ ફળિયું, નવી શક્તિ વિજય સોસાયટી, સમા સોસાયટી, શક્તિ નગર, ઇન્દિરા નગર, ચંન્દ્ર કિરણ-સૂર્ય કિરણ અને સૌરાષ્ટ્ર વિભાગ 2માં સંખ્યાબંધ કાર્યકરોએ ધીરૂભાઇના સમર્થનમાં કોંગ્રેસને મત આપવાનો સંકલ્પ જાહેર કર્યો

સુરત -5-12-2017

સુરત શહેરના વરાછા રોડ (161) વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધીરૂભાઇ ગજેરાના સમર્થનમાં સમગ્ર વરાછા વિસ્તારમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે ધીરૂભાઇ ગજેરા અને તેમના સમર્થકો દ્વારા આજે સવારથી જ ગ્રુપ મિટીંગનો દૌર શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સોસાયટીના રહીશો ઉપરાંત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત લોકો દ્વારા એક જ સૂરે કોંગ્રેસના ઉમેદવાર ધીરૂભાઇ ગજેરાને વિજેતા બનાવવાનો સૂર વ્યક્ત કર્યો હતો.

ગત રોજ સાંજ સુધી ડોર ટુ ડોર કેમ્પેઇન કર્યા બાદ કોંગ્રેસના વરાછા વિધાનસભા બેઠકના ઉમેદવાર ધીરૂભાઇ ગજેરા દ્વારા આજે ગ્રુપ મિટીંગનો દૌર શરૂ કરવામાં આવ્યો હતો. શહેરના કાપોદ્રા ભરવાડ ફળિયા ખાતે કાળુભાઇ ચાવડા, છેલાભાઇ લઘરાભાઇ, સોંડાભાઇ વિહાભાઇ અને વાલમભાઇ (ડેરીવાળા) દ્વારા આ ગ્રુપ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટીંગમાં ભરવાડ ફળિયાના ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમણે ધીરૂભાઇ ગજેરાને વિજયી બનાવવા માટેનો સંકલ્પ જાહેર કર્યો હતો. કાપોદ્રા વિસ્તારની પ્રાથમિક સુવિધાઓને લગતી વિગતો સહિત કોંગ્રેસ આવે તો ક્યા કામોને પ્રાથમિકતા આપવામાં આવશે તેની વિગતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ગ્રુપ મિટીંગ બાદ બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલી નવી શક્તિ વિજય સોસાયટીની વાડી ખાતે ગુણવંતભાઇ ઢસાવાળા,, મગનભાઇ અને ભીમજીભાઇ રાજપરા દ્વારા ગ્રુપ મિટીંગ યોજવામાં આવી હતી. નવી શક્તિ વિજય સોસાયટીના અગ્રણીઓ સહિત કાર્યકરોએ આ મિટીંગમાં ભાગ લીધો હતો તેમજ તમામ ઉપસ્થિત લોકો દ્વારા ધીરૂભાઇ ગજેરાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.

સમા સોસાયટી અને શાંતિ નગર સોસાયટી ખાતે પણ રાકેશ કથિરીયા અને ભવાનભાઇ, વિશાલ વાડદોરિયા તેમજ સંજય ડોબરિયા દ્વારા ગ્રુપ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ મિટીંગમાં કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ કોઇ પણ સંજોગોમાં આ વખતે ધીરૂભાઇ ગજેરાના સમર્થનમાં જ મતદાન કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઇન્દિરા નગર ખાતેના ખુલ્લા પ્લોટમાં આનંદ નગર પાસે પણ જેઠાભાઇ ભરવાડ અને સંજય ભાઇ ડોબરિયા દ્વારા ગ્રુપ મિટીંગ રાખવામાં આવી હતી જેમાં ઉપસ્થિત રહેલા આ વિસ્તારના અગ્રણીઓ તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઘીરૂભાઇ ગજેરાને વિજેતા બનાવવાનો સંકલ્પ જાહેર કરવા સાથે તમામ સ્તરે તેમના માટે કામકાજ કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચંન્દ્ર કિરણ અને સૂર્ય કિરણ સોસાયટી ખોડીયાર નગર રોડ ખાતે ગોરધનભાઇ પટેલ દ્વારા ગ્રુપ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોએ પોતાના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય આગેવાનો દ્વારા કોઇ લોક કલ્યાણના કાર્ય ન થયા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તેમજ જે પ્રકારે ભૂતકાળમાં ધીરૂભાઇ ગજેરા દ્વારા લોકોની સુખાકારી માટે કાર્યવાહી કરવામાં આવી છે તેને યાદ કરીને આ વખતે ધીરૂભાઇ ગજેરાને વિજેતા બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.

ધરમ નગર રોડ સૌરાષ્ટ્ર સોસાયટી વિભાગ-2 ખાતે પ્રમુખ ઘનશ્યામભાઇ ભુવા અને જીતુભાઇ બુટાણી દ્વારા પણ ધીરૂભાઇ ગજેરાની ગ્રુપ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર રહેલા કાર્યકરો દ્વારા ધીરૂભાઇને જ મત આપવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ધીરૂભાઇ ગજેરાને ડોર ટુ ડોર કેમ્પેઇનમાં અને ગ્રુપ મિટીંગમાં તેમજ જાહેર સભાઓ અને વાહન રેલીઓમાં વરાછા વિધાનસભા બેઠક વિસ્તારમાં જે પ્રકારે લોક સમર્થન મળી રહ્યુ છે તે જોતા આ વખતે મતદારોએ પરિવર્તન માટે મન બનાવી લીધું હોય એવુ સ્પસ્ટ થઇ રહ્યું છે અને ગ્રુપ મિટીંગોના ધમધમાટ વચ્ચે ધીરૂભાઇનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર આગળ ધપી રહ્યો છે.