Page Views: 38855

રાજકોટમાં સભા પહેલા જ હાર્દિકના બેનર પર શાહી ફેંકાઇ

પાટીદાર સમાજના નામે આજે હાર્દિક વિરુદ્ધ બેનર લાગતા ફરી વાતાવરણ ગરમાયું

રાજકોટઃ 

        રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર નાનામવા સર્કલ પાસે હાર્દિક પટેલની સભાનું આજે આયોજન કરાયું છે, જો કે આ મુદ્દે વિવાદના એંધાણ પણ જોવા મળી રહ્યા છે. સભાને લઇને પોસ્ટર પર તેના ફોટા પર કાળી શાહી ફેંકવામાં આવી હતી તેમજ તેના વિરુદ્ધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘણી જગ્યા પર પોસ્ટર પણ ફાડવામાં આવ્યા છે.

        પોસ્ટરમાં હાર્દિક વિરુદ્ધ લખવામાં આવ્યું છે કે, સમજાય ગયું સત્ય દૂર થયો મુખવટો, કોંગ્રેસ અને હાર્દિકને હવે આપો દેશવટો. સમાજનો આગેવાન થઇ કરતો મોટી વાતો ખોટા છે તારા બધા ખેલ ખાટી છે વાતો સહિતના લખાણો લખવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હાર્દિકની સભાના બેનરો લગાવવામાં આવ્યા છે. પાટીદાર યુવાનો ઘરે ઘરે જઇ આમંત્રણ આપે છે કે સભામાં અચૂક હાજરી આપવી. જો કે, પાટીદાર સમાજના નામે આજે હાર્દિક વિરુદ્ધ બેનર લાગતા ફરી વાતાવરણ ગરમાયું છે.