Page Views: 38344

હાર્દિક પટેલની કહેવાતી સેક્સ સીડી મુદ્દે હાઈકોર્ટે આપ્યો ચુકાદો?

જો કે હાઈકોર્ટે આ અરજીના માન્ય નથી રાખી અને ફગાવી દીધી છે

અમદાવાદ:

        પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલની મનાતી સેક્સ સીડી બહાર આવી તેના પગલે મચેલો ખળભળાટ શમ્યો નથી ત્યાં આ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજીને ફગાવી દેવાઈ છે.

        વિગતોનુસાર,હાર્દિક પટેલ માટે આ ચુકાદો રાહત આપનારો છે કેમ કે તેના કારણે આ વિવાદ પર પડદો પડી જશે. ચૂંટણી પંચ તપાસ કરે એ સંજોગોમાં આ મુદ્દો ગાજતો રહે ને મીડિયામાં સતત ચમકતો રહે તથી હાર્દિકે તેના જવાબો આપવા પડે. હવે હાર્દિકે આ જવાબો આપવા નહીં પડે.હાર્દિક પટેલનો કહેવાતો વિડિયો સાચો છે કે ખોટો તે જાણવાનો મતદારોનો અધિકાર છે, ત્યારે ચૂંટણીપંચે તેની ફોરેન્સીક તપાસ કરાવી તેનો અહેવાલ લોકોને જણાવવો જોઇએ તેવી માગ સાથે થયેલી જાહેર હીતની રિટને ચીફ જસ્ટિસની ખંડપીઠે ફગાવી દીધી હતી. હાર્દિકની કુલ 6 સેક્સ સીડી બહાર આવી છે.આ ઉપરાંત મતદાર ખોટા પ્રચારથી ગેરમાર્ગે દોરવાય નહીં તે જોવાની પણ પવિત્ર ફરજ અને જવાબદારી ચૂંટણી કમિશનરની છે. હાર્દિક પટેલની સીડી બહાર પડતાં મતદારો ગેરમાર્ગે દોરવાય તેવી શક્યતા છે તેથી તેની તપાસ કરાવવી જોઈએ. જો કે હાઈકોર્ટે આ અરજીના માન્ય નથી રાખી અને ફગાવી દીધી છે.