Page Views: 18664

પ્રથમ તબક્કા માટે ૧૫૯૨ ઉમેદવારીપત્રો ભરાયા: આજે ચકાસણીનું કામ ચાલુ

ર૪મી સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશેઃ કુલ પ૪૭ અપક્ષો પણ પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે

ગાંધીનગર:-

         ગુજરાતમાં ૯ ડિસેમ્બર યોજાનારી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનુ ગઇકાલે સાંજે કામકાજ પુર્ણ થયુ. કુલ ૮૯ બેઠકો માટે ૧પ૯ર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

   ગતરોજ, ઉમેદવારી નોંધાવનારાઓમાં જીતુ વાઘાણી, બાબુ બોખીરીયા, ચીમન શાપરીયા, શકિતસિંહ ગોહિલ, વિક્રમ માડમનો સમાવેશ થાય છે. ગઇકાલ સાંજ સુધી મુખ્યમંત્રી રૂપાણી જયાંથી ચૂંટણી લડે છે તે રાજકોટ પશ્ચિમ બેઠક ઉપર ૧ર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.ભાજપમાંથી ડમી સહિત કુલ ૧૧૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જયારે કોંગ્રેસમાંથી ડમી સહિત ૧પ૧ ઉમેદવારીપત્રો ભરાયા છે. કુલ પ૪૭ અપક્ષોએ પણ ઉમેદવારી નોંધાવી છે. એનસીપીના ૪૭, જનવિકલ્પના ૭૩ અને આપમાંથી ર૯ ઉમેદવારીપત્રો ભરાયા છે. અમુક ઉમેદવારો ર૪મી પહેલા પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેશે.  આજે પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્રોની ચકાસણી થઇ રહી છે. ૯મીએ સૌરાષ્ટ્રની ૮૯ બેઠકો માટે મતદાન થશે. જયારે બાકીની ૯૩ બેઠકો માટે ૧૪મીએ મતદાન થશે.