Page Views: 18902

કોંગ્રેસને ટેકો આપવો કે નહિ? : હાર્દિક પટેલ આજે પત્રકાર પરિષદમાં અનેક ખુલાસાઓ કરશે

અત્યાર સુધીની પડદા પાછળની વાતો હવે બહાર આવશે

ગાંધીનગર:-

         ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો-પાસનું વલણ શું રહેશે ? તે બાબતનો ખુલાસો આજે પાટીદાર નેતા હાર્દિક પટેલ એક પત્રકાર પરિષદમાં જઈ રહ્યા છે ત્યારે એવી ચર્ચા છે કે તેઓ શું કોગ્રેસની સાથે રહેશે કે પછી કોંગ્રેસની વિરૂદ્ધમાં પ્રચાર કરશે ? આજે તેઓ આ બાબત પરથી પડદો ઉંચકશે. એટલું જ નહિ અત્યાર સુધીની પડદા પાછળની વાતો અને છેલ્લા બે દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ અંગે પણ તેઓ કેટલાક ખુલાસો કરે તેવી પણ શકયતા છે.  પાટીદાર નેતા હાર્દિક નેતા આજે પ્રથમ તબક્કાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસ છે તે ટાંકણે આજે પત્રકાર પરિષદ યોજી રહ્યા છે. જેમાં તેઓ કોંગ્રેસને સમર્થન આપવુ કે નહી ? તેનો ખુલાસો કરશે. આ પહેલા પાસ એ ટીકીટ વહેંચણીમાં સમિતિ સાથે ચર્ચા કર્યા વગર કેટલાક પાટીદારોને ટીકીટ આપતા નારાજગી વ્યકત કરી હતી અને પાસના કાર્યકરોએ કોંગ્રેસની ઓફિસો હલ્લો મચાવ્યો હતો પછી ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

   અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસ પાસ સાથે જોડાયેલી નેતાઓની ટીકીટ કાપીને પાસની નારાજગી દૂર કરવા પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે સુરત પશ્ચિમ, વરાછા, કામરેજ, જૂનાગઢ, ભરૂચમા ઉમેદવારો બદલ્યા છે. વરાછામાં ધીરૂ ગજેરાને ટીકીટ આપવામા આવતા પાટીદારોએ જશ્ન મનાવ્યો હતો.