Page Views: 19993

હવે, પહેલી ડિસેમ્બરે રિલીઝ નહીં થાય 'પદ્માવતી' ફિલ્મ

વિરોધ વધતાં નિર્માતાઓને રિલીઝ પાછી ઠેલવવા ફરજ પડાઇ

મુંબઈ:-

         હિન્દી ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણશાળીની  વિવાદનાં વમળમાં  સપડાયેલી આગામી ફિલ્મ 'પદમાવતી' ફિલ્મની રિલીઝની   તારીખ લંબાવવામાં આવી છે. ૧ ડિસેમ્બરના રોજ 'પદમાવતી' ફિલ્મ રિલીઝ થવાની હતી હવે  આ ફિલ્મની રિલીઝની તારીખ લંબાવવાનો નિર્ણય નિર્માતાએ લીધો છે.  આ ફિલ્મની રિલીઝની નવી તારીખ ટૂંક સમયમાં   જાહેર કરી હોવાની  માહિતી ફિલ્મ નિર્માતા  વ્હાયાકોમ-૧૮ મોશન્સ  પિકચર્સે' આપી હતી.

        સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ફિલ્મની નવી તારીખ ગુજરાતની ચૂંટણી પછી જાહેર થાય તેવી પણ શક્યતા છે. દરમિયાનમાં વ્હાયાકોમ-૧૮ મોન્શન પિકચર્સે અખબારી યાદીમાં દાવો કર્યો હતો કે તેઓ સ્વેચ્છાએ  ફિલ્મ રિલીઝ કરવાનું લંબાવ્યું છે. સી.બી.એફ.સી બદલ અમને આદર  હોવાનું કરીને ટૂંક સમયમાં ફિલ્મને  લીલી ઝંડી મળશે એવની આશા તેમણે વ્યક્ત કરી હતી. રાજપૂતોની પરંપરા અને સન્માનનું  ચિત્રકરણ  પદમાવતી' ફિલ્મમાં  કરાયું છે.  આ ફિલ્મની વાર્તા જોઈને પ્રત્યેક ભારતીયને અભિમાન વાટશે.  અમે કાયદાનું  પાલન કરનારા જવાબદાર નાગરિક  છીએ.  ટૂંક  સમયમાં લીલી ઝંડી મળશે. રિલીઝની   તારીખ ટૂંક સમયમાં  જાહેર કરીશું એમ  વ્હાયાકોમમાં ઉલ્લેખ કરાયો છે. ગત કેટલાંક દિવસોથી 'પદમાવતી' ફિલ્મનો વિરોધ રાજપૂતક  સંગઠન કરે છે. કરણી સેનેએ અભિનેત્રી દિપીકા પદુકોણ અને સંજય લીલા ભણસાળીને ખુલ્લી ધાકધમકી આપી હતી. ત્યારબાદ સેન્સર બોર્ડ ટેકનીકલ ફેરફાર કરવાનું  કારણ બતાવીને ફિલ્મ નિર્માતાને   ફિલ્મ પાછી મોકલાવી  છે. આ પાર્શ્વભૂમિ પર  નિર્માતાંએ ફિલ્મને રિલીઝ કરવાની તારીખ લંબાવવાનો નિર્ણય લીધો હોવાનું  જણાવ્યું હતું. 'પદ્માવતી' ફિલ્મના વિરોધમાં આજે મુંબઇના આઝાદ મેદાનમાં ધરણા વિવાદાસ્પદ 'પદ્માવતી' ફિલ્મના પ્રદર્શન ઉપર રોક લગાવવા માટે અને ભારતીય સંસ્કૃતિ, એનો ગૌરવશાલી ઈતિહાસની સુરક્ષા માટે સોમવાર, ૨૦ નવેમ્બર ૨૦૧૭ના દિવસે બપોરે એક વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી આઝાદ મેદાનમાં વિશાલ નિષેધ ધરણા આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે.