Page Views: 46548

કાંતિ બલર કુમાર કાનાણીની રેલીમાં હતા અને તેમને સુરત ઉત્તરમાંથી ટીકીટ ફાળવ્યાની જાહેરાત થઇ

ઉત્તરમાં કાંતિ બલર, કામરેજમાં વી ડી ઝાલાવડીયા, કતારગામમાં વિનુ મોરડીયા ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

સુરત-20-11-2017 

સુરત વરાછા બેઠક પરથી કુમાર કાનાણીનું નામ જાહેર થયા બાદ આજે સવારે તેઓ ફોર્મ ભરવા માટે વિશાળ રેલી લઇને વરાછા રોડ પરથી નીકળ્યા હતા. તેમની રેલીમાં ભાજપના સંખ્યાબંધ કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. આ રેલીમાં ભાજપના માજી કોર્પોરેટર કાંતિભાઇ બલર પણ જોડાયા હતા. કુમાર કાનાણીની ટેમ્પોની પાછળ બાઇક પાછળ બેસીને કુમારને વિજેતા બનાવવા માટે રેલીમાં જોડાયેલા કાંતિભાઇ બલર સુરત રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા ત્યાં સુધી તેમને કોઇ જાણકારી ન હતી કે, ઉત્તર વધાનસભા બેઠક પરથી સીટીંગ ધારાસભ્ય અજય ચોકસીની જગ્યાએ તેમને ટીકીટ ફાળવવામાં આવી છે. કાંતિભાઇ બલરને આ અંગે કુમારની રેલીમાં હતા ત્યારે જ જાણકારી આપવામાં આવી હતી. 

----નાનુવાનાણીના સ્થાને વિનુ મોરડીયા કતારગામ બેઠક પરથી લડશે 

ભાજપના માજી મંત્રી નાનુભાઇ વાનાણીએ ચૂંટણી નહીં લડવાની ઇચ્છા દર્શાવી હતી. જેથી ભાજપ દ્વાર આ વખતે કોર્પોરેટર વિનુભાઇ મોરડીયાને કતારગામ બેઠક ઉપરથી ટીકીટ ફાળવી છે. 

----પ્રફુલ પાનશેરીયાના સ્થાને કામરેજમાં વી.ડી.ઝાલાવાડીયા 

કામરેજ વિધાનસભા બેઠક ઉપર પ્રફુલભાઇ પાનશેરીયાના સ્થાને ભાજપ દ્વારા વી ડી ઝાલાવાડીયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ અંગે વી ડી ઝાલાવાડીયાએ જણાવ્યું હતું કે, પ્રફુલભાઇ પાનશેરીયાએ જ તેમને ફોન કરીને એવી જાણકારી આપી હતી કે, મારા સ્થાને તમને ટીકીટ આપવામાં આવી છે અને તમને જીતાડવા માટે હું પુરેપુરો સાથ સહકાર આપીશ. 

))))))ભાજપ દ્વારા જે ત્રીજી યાદી જાહેર કરવામાં આવી તેમાં આ ઉમેદવારોનો સમાવેશ થાય છે. 

અબડાસાછબીલભાઈ પટેલ

માંડવી-વિરેન્દ્રસિંહ જાડેજા

રાપર-પંકજભાઈ મહેતા

દસાણા-રમણભાઈ વોરા

ધ્રાંગધ્રા -જયરામભાઈ સોનાગ્રા

મોરબી-કાંતિભાઈ અમૃતીયા

રાજકોટ પૂર્વ-અરવિંદભાઈ રૈયાણી

રાજકોટ દક્ષિણ- ગોવિંદભાઈ પટેલ

રાજકોટ ગ્રામ્ય-લાખાભાઈ સાગઠીયા

જામનગર દક્ષિણ-આર. સી. ફળદુ

વિસાવદર-કિરીટભાઈ પટેલ

કેશોદ-દેવાભાઈ માલમ

કોડીનાર-પ્રો. રામભાઈ વાઢેર

 સાવરકુંડલા-કમલેશભાઈ કાનાણી

 તળાજા-ગૌતમભાઈ ચૌહાણ

 ગારીયાધાર-કેશુભાઈ નાકરાણી

 પાલીતાણા-ભીખાભાઈ બારૈયા

 બોટાદ-સૌરવભાઈ પટેલ

  જંબુસર-છત્રસિંહ મોરી

 ભરૃચ-દુષ્યંતભાઈ પટેલ

કામરેજ-વી. ડી. ઝાલાવડીયા

 સુરત ઉત્તર-કાંતિભાઈ બલર

કરંજ-પ્રવિણભાઈ ઘોઘારી

ઉધના- વિવેકભાઈ પટેલ

કતારગામ-વિનુભાઈ મોરડીયા

ચોર્યાસી-ઝંખના બેન પટેલ

 મહુવા-મોહનભાઈ ધોડીયા

  વ્યારા-અરવિંદભાઈ ચૌધરી