Page Views: 28651

ભાજપનાં ઉમેદવારોની જાહેર યાદીમાં વરાછા રોડ-કુમાર કાનાણી, લિંબાયત-સંગીતા પાટીલ, મજૂરા-હર્ષ સંઘવી અને સુરત(પશ્વિમ)-પુર્ણેશ મોદીના નામ જાહેર

સુરતમાં સમર્થકોની ઢોલ નગારા સાથે ઉજવણી

સુરતઃ 

        ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે ભાજપના ૭૦ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સુરતની ૪ના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેથી સમર્થકોએ ઢોલ-નગારા સાથે ગરબા લઈ ઉજવણી કરી હતી.


ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપના 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા ઉમેદરવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં ચાર બેઠક વરાછા રોડ-કુમાર કાનાણી, લિંબાયત-સંગીતા પાટીલ, મજૂરા-હર્ષ સંઘવી અને સુરત(પશ્વિમ)-પુર્ણેશ મોદીના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેથી સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ નગારાના તાલે ગરબા લઈ ઉજવણી કરવામાં આવી હતી.