Page Views: 20529

૩ વર્ષ બાદ પણ મોદીની લોકપ્રિયતા શિખરે

મોદીને લોકપ્રિય નેતા ગણવામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તરના મુકાબલે દક્ષિણ ભારત આગળ

વોશિંગ્ટન:-

                પોતાના કેટલાક નિર્ણયોને લઇને ટીકાઓનો સામનો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગુજરાતની ચુંટણી પહેલા સારા સમાચાર આવ્યા છે. સત્તામાં આવ્યાના ૩ વર્ષ થયા છતાં તેમની લોકપ્રિયતા યથાવત છે એટલુ જ નહિ તેમાં વધારો થયો છે. ભારતમાં દર ૧૦માંથી ૯ વ્યકિત મોદી પ્રત્યે સકારાત્મક વલણ રાખે છે. મોદીને ૮૮ ટકા લોકો પસંદ કરે છે. જ્યારે રાહુલની લોકપ્રિયતા ૫૮ ટકા અને કેજરીવાલની ૩૯ ટકા છે. ખાસ વાત એ છે કે મોદી સૌથી વધુ એટલે કે ૯૫ ટકા દ.ભારતમાં લોકપ્રિય છે તે પછી પ.ભારતમાં ૯૨ ટકા, પૂર્વ ભારતમાં ૮૫ ટકા અને ઉ.ભારતમાં ૮૪ ટકા લોકોની પસંદ છે.

                  પોતાના નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયો પર ચૂંટણીટાંણે જ આલોચનાનો સામનો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગુજરાત વિધાનસભા ઈલેકશન સારા સમાચાર આવ્યા છે. એક સરવે અનુસાર, ભારતીય રાજનીતિમાં મોદીનો જાદુ હજી પણ યથાવત છે.અમેરિકી થિંક ટૈક પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા સરવે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય રાજનીતિમાં હવે સૌથી લોકપ્રિય હસ્તી છે. આ સરવેમાં અંદાજે ૨૪૬૪ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ વર્ષે ૨૧ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ સુધી કરવામાં આવેલ આ સરવે અનુસાર, ૮૮ ટકા લોકોએ મોદીને સૌથી લોકપ્રિય હસ્તી માનવામાં આવે છે. આ લિસ્ટમાં જોકે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ૫૮ ટકાની સાથે બીજું સ્થાન મેળવવામાં સફળ રહ્યાં છે.