Page Views: 22433

ચૂંટણીટાણે જ રાજ્યમાં લગભગ ૨૫૦૦૦ લગ્નો યોજાશે

પંડિતોનું માનવું છે કે જો લગ્નની સીઝન અને મતદાનની તારીખો એકસાથે આવશે તો તેની મતદાનની ટકાવારી પર જરૂર અસર પડશે

અમદાવાદ:-

        ગુજરાતમાં ચૂંટણીની તારીખો આગળ ખસેડવા માટે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ પ્રયાસો કર્યા હતા કારણકે તે સમયે રાજયમાં લગ્નગાળાનો પણ આરંભ થાય છે. પંડિતોના અનુમાન પ્રમાણે ગુજરાત ચૂંટણીની આસપાસ જ લગભગ ૨૫૦૦૦ જેટલા લગ્નો ગોઠવવામાં આવ્યા છે. પંડિતોનું માનવું છે કે જો લગ્નની સીઝન અને મતદાનની તારીખો એકસાથે આવશે તો તેની મતદાનની ટકાવારી પર જરુર અસર પડશે.

   નવેમ્બર-ડિસેમ્બરમાં માસ મોટાભાગના લગ્નો ૨૩ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી મૂહુર્ત પ્રમાણે યોજાશે. ધીરેન શાસ્ત્રી નામના એક પંડિતે કહ્યું હતું કે, આ પૈકી સૌથી કલ્યાણકારી મુહુર્ત ડિસેમ્બરના ચાર દિવસ અને નવેમ્બરના છ દિવસ સુધી છે.