Page Views: 19110

આયકર વિભાગે ૫૪૧ બેનામી પ્રોપર્ટી લીધી ટાંચમાં

૧૮૦૦ કરોડની રકમનાં બેંક ખાતા ટાંચમાં લીધા

 નવી દિલ્હી:-

        ટેકસ વિભાગે બેનામી સંપત્તિને ઝપટમાં લેવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને નોટબંધી વખતે મોટા પાયે રોકડ જમા કરાવનાર અને હજુ રિટર્ન નહીં ભરનાર વ્યકિતઓની ઊલટતપાસનો પ્રારંભ થયો છે. ટેકસ વિભાગના એક ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગે ૫૪૧ પ્રોપર્ટી અને ઈં ૧,૮૦૦ કરોડની રકમના બેન્ક ખાતાંને ટાંચમાં લીધાં છે.

          અધિકારીએ જણાવ્યું હતું કે, બેનામી સંપત્તિ પર ચાંપતી નજર છે. ઉપરાંત, નોટબંધી વખતે મોટી રોકડ જમા કરાવનાર પણ હજુ સુધી રિટર્ન નહીં ભરનારા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે.કેટલીક બેનામી એસેટ્સ હાઈ-પ્રોફાઇલ રાજકીય નેતાઓ અને તેમના સંબંધીઓની છે.ટેકસ વિભાગ નિર્ધારિત કાનૂની પ્રક્રિયા પછી અમુક એસેટ્સને સીઝ કરશે અને ત્યાર પછી તેની હરાજી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે અમલી બનેલા બેનામી સંપત્તિ અંગેના કાયદામાં એસેટના વાજબી બજારમૂલ્યના ૨૫ ટકા દંડ અને સાત વર્ષ સુધીની આકરી કેદની જોગવાઈ છે.જોકે, માત્ર ૧૧.૧૮ લાખ લોકોએ આવકવેરા વિભાગના SMS અને ઇ-મેઇલનો પ્રતિસાદ આપ્યો હતો. 'ઓપરેશન કલીન મની'ના બીજા તબક્કામાં બ્લેક મની માટે ખાસ પોર્ટલ લોન્ચ કરાયું હતું. નવેમ્બર ૨૦૧૬થી માર્ચ ૨૦૧૭નાં ગાળામાં ટેકસ વિભાગે ૮,૨૩૯ સરવે હાથ ધર્યા હતા. જેમાં ૬,૭૪૫ કરોડની રકમ પકડાઈ હતી.