Page Views: 22456

આગામી ૬ ફેબ્રુઆરી સુધીમાં મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરવો જરૂરી

કેન્દ્ર સરકારે સુપ્રીમમાં એક સોગંદનામુ દાખલ કર્યું: આ યોજના અંગે કેન્દ્ર મક્કમ

નવી દિલ્હી:-

        જો તમે હજુ સુધી મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરાવ્યો નથી તો જલદીથી કરાવી લો નહીં તો તમારી મોબાઈલ સેવાઓ બંધ થઈ શકે છે. આ માટે મોબાઈલ કંપનીઓ પોતાના ગ્રાહકોને સતત સંદેશાઓ પણ મોકલે છે. કેન્દ્ર સરકાર પોતાની આ યોજનાને લઈને ખુબ ગંભીર જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કરીને કહ્યું કે મોબાઈલ ફોનધારકોએ ૬ ફેબ્રુઆરી સુધીમાં પોતાનો મોબાઈલ ફોન નંબર આધાર સાથે લિંક કરાવવો જરૂરી છે. સુપ્રીમ કોર્ટ આ અંગે આદેશ આપે તેવી સરકાર કોશિશ કરી રહી છે.

      સરકારે કોર્ટમાં જણાવ્યું કે તમામ મોબાઈલ ફોન નંબરોને ઈ-કેવાઈસી વેરિફિકેશન અંતર્ગત આધાર સાથે લિંક કરાવવા જરૂરી છે. આ સાથે જ નવા બેન્ક ખાતા ખોલાવવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. ૧૧૩ પાનાનું આ સોગંદનામું સરકાર તરફથી એડવોકેટર જોહેબ હુસેને દાખલ કર્યું. જેમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે જ આ વર્ષે ૬ ફેબ્રુઆરીના રોજ લોકનીતિ ફાઉન્ડેશન કેસમાં તમામ મોબાઈલ ફોન નંબરોને એક વર્ષની અંદર આધાર સાથે લિંક કરવાની જરૂરીયાતને મંજૂરી આપી હતી. સરકારે આ સાથે એમ પણ કહ્યું હતું કે આધાર સાથે લિંક ન હોવાના કારણએ ભૂખથી દેશમાં કોઈ મોત થઈ નથી.  આ સોગંદનામામાં સરકારે એમ પણ કહ્યું છે કે મોબાઈલ ફોનથી આધારને લિંક કરવાની અંતિમ સમયમર્યાદા એકલી સરકાર બદલી શકે નહીં કારણ કે તેને સુપ્રીમે નક્કી કરી છે. સરકારે જો કે એમ કહ્યું કે હાલના બેન્ક ખાતાઓ સાથે આધારને લિંક કરવાની સમયમર્યાદા વધારીને ૩૧ કરી દેવાઈ છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં મોબાઈલ ફોનને આધાર સાથે ફરજિયાત લિંક કરવાની યોજના વિરુદ્ઘ સુનાવણી દરમિયાન કોર્ટની બે સભ્યોની બેન્ચે સરકાર પાસે આ અંગે ૪ સપ્તાહમાં જવાબ માંગ્યો હતો.