Page Views: 26339

હાર્દિક પટેલ માટે ઠેર-ઠેર પ્રવેશબંધી લાગુ થવા માંડી: હાર્દિકે ગામમાં પ્રવેશ કરવો નહિં એવા હોર્ડીગ્સ લાગ્યા

મને પ્રવેશબંધી ફરમાવનારા ગામોમાં હું પહેલાં જઇશ -જોઉં છું કોણ મારું શું બગાડી શકે છે: હાર્દિક પટેલ

 અમદાવાદ:-

        બીજેપી માટે લાભદાયી પુરવાર થઇ શકે એવી ઘટનામાં હાર્દિક પટેલ પર હવે ગામમાં પ્રવેશબંધી લાગુ થવા માંડી છે. સ્વયંભૂ રીતે શરૂ થયેલી આ પ્રવેશબંધીની શરૂઆત ગઇકાલથી થઇ હતી. ગઇ કાલે રાજકોટથી ૧૯ કિલો મીટર દૂર આવેલા પડધરીમાં હાર્દિકે ગામમાં પ્રવેશ કરવો નહિં એ સંદર્ભનાં હોર્ડીગ્સ લાગ્યા હતા તો કચ્છના રાપરમાં અને અંજારમાં પણ આ પ્રકારનાં હોર્ડીગ્સ લાગી ગયા હતાં.

          હાર્દિક પર પ્રવેશબંધી એ ગુજરાત બીજેપી માટે તો ભાવતા ભોજન જેવું બન્યું છે. બીજેપી વિરૂધ્ધ પ્રચાર કરી રહેલા હાર્દિકને આ પ્રકારે જાકારો મળે એવું બીજેપી ઇચ્છતી હતી અને એવું જ થવું શરૂ થયું છે. જો કે હાર્દિક પટેલને આવા હોર્ડીગ્સ કે પોસ્ટરોની કોઇ અસર થઇ નથી. ગઇકાલે હાર્દિક પટેલે કહ્યું હતું કે 'ઇલેકશન સમયે મારા આવા પોસ્ટરો લાગે એ તો વાજબી જ છે. આ બધી બીજેપીની કારીગીરી છે અને એનાથી મને કોઇ ફરક નથી પડતો. હવે હું એ ગામોમાં પહેલાં જઇશ જયાં મારા પર પ્રવેશબંધી લગાવવામાં આવી છે. જોઉં છું કોણ મારું શું બગાડી લે છે.'