Page Views: 24041

સચીન વાંઝગામ નજીક વેપારીના ગળે છરો મુકી રૂ.8.99 લાખની લુંટ

રાજસ્થાનના જગદીશ ખટીક બેઠા હતા એ રિક્ષાને આંતરી ચાર અજાણ્યા લુંટારૂ લુંટ ચલાવી પલાયન થઇ ગયા

સુરત-13-10-2017 
સચીન નજીક આવેલા વાંજ ગામ નજીક ગઇ રાત્રે એક રાજસ્થાની વેપારીને 
આંતરીને લુંટારા છરીની અણીએ રોકડા રૂપિયા ભરેલી બેગ લુંટી નાસી છુટ્યા હતા. 
આ ઘટના અંગે સચીન  પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 
સચીન પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, રાજસ્થાનના ભીલુંડ ગામના જગદીશ બાલુરામ 
ખટીક નામના વેપારી ગત રાત્રે ઓટો રિક્ષામાં બેસીને સચીન નજીક આવેલા વાંજ ગામના પુલ પાસેથી 
પસાર થતા હતા ત્યારે એક મોટર સાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ 
તેમની રિક્ષા થોભાવી હતી. ત્યાર બાદ અન્ય એક અજાણ્યો યુવાન પણ ત્યાં દોડી આવ્યો હતો. 
આ ચારેય લુંટારૂઓએ જગદીશ ખટીકના ગળા પર છરો રાખીને તેની પાસેની બેગ આંચકી લીધી હતી. 
આ બેગમાં રોકડા રૂપિયા 8 લાખ 99 હજાર ભરેલા હતા. 
જગદીશ ખટીક પાસેથી રોકડા રૂપિયા ભરેલી બેગ લુંટીને આ ચારેય લુંટારા પલાયન થઇ ગયા હતા. 
બનાવ અંગે સચીન પોલીસ સ્ટેશનના પીઆઇ એફ બી પઠાણે ગુનો દાખલ કરી 
વધુ તપાસ હાથ ધરી છે.