Page Views: 18529

કાપોદ્રા બોમ્બે કોલોની નજીકથી લુંટ-હત્યાના બે રીઢા ગુનેગાર રૂ.1.06 લાખની બનાવટી ચલણી નોટ સાથે ઝડપાયા

મુળ ભાવનગરના ફુલસરનો દિનેશ બારૈયા અને પોપટ ઉર્ફે મુન્નો ભરવાડ રૂ.100-200-500 અને 2000ની બોગસ ચલણી નોટ વટાવવા આવ્યા હતા

સુરત-12-10-2017 

સૌરાષ્ટ્રના ભાવનગર અને તળાજા પંથકમાં લુંટ વિથ મર્ડર અને આર્મ એક્ટના ગુના હેઠળ ઝડપાયેલા બે આરોપી ફર્લો જમ્પ કરી પલાયન થયા હતા. આ બન્ને આરોપીને એસઓજી અને 

પીસીબીની ટીમે કાપોદ્રા બોમ્બે કોલોની નજીકથી બોગસ ચલણી નોટ સાથે ઝડપી પાડ્યા હતા. આ બન્ને આરોપીઓ વિરૂધ્ધ 14થી વધારે ગુના નોંધાયા છે. 

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, એએસઆઇ જીતેન્દ્રભાઇ વિઠ્ઠલભાઇ તથા હેડ કોન્સ્ટેબલ ઇમ્તીયાઝ ફકરૂ મોહમદને બાતમી મળી હતી કે, ભાવનગરનો દિનેશ ધીરૂ બારૈયા તેમજ 

અંકલેશ્વરનો પોપટ ઉર્ફે મુન્નો ભગવાન સોહલા બનાવટી ચલણી નોટ વટાવવા માટે કાપોદ્રા બોમ્બે કોલોની અક્ષર ડાયમંડ સંકુલ,યોગી કોમ્પલેક્ષની નજીક આવવાના છે. જેથી પોલીસે આ 

વિસ્તારમાં વોચ ગોઠવી અને બન્નેને ઝડપી પાડ્યા હતા. દિનેશ બારૈયા અને પોપટ ઉર્ફે મુન્ના પાસેથી પોલીસે રૂ.100ના દરની 51 નંગ બનાવટી ચલણી નોટ, રૂ.200ના દરની 3600 રૂપિયાની 

18 બોગસ ચલણી નોટ, જ્યારે રૂ.500ના દરની રૂ.47,500ની બોગસ નોટ અને રૂ.2000ના દરની રૂ.50 હજારની કિંમતની 25 નંગ બોગસ ચલણી નોટ પોલીસને મળી આવી હતી. આ બન્ને પાસેથી 

રોકડા રૂ.24 હજાર 50 પણ હાથ લાગ્યા હતા. 

દિનેશ અને મુન્નાની પોલીસે પુછપરછ કરતા તેઓ સંખ્યાબંધ ગુનામાં સામેલ છે અને ભાવનગર જિલ્લા જેલમાંથી હત્યાના કેસમાં પેરોલ જમ્પ કરીને એક વર્ષથી નાસતા ફરતા હોવાની કબુલાત 

તેમણે કરી હતી. 

દિનેશ ઉર્ફે વાંગો S/O ધીરૂભાઈ બારૈયા ઉ.વ.૨૪ ધંધોડ્રાઈવીંગ રહે. હાલફુલસર, ગુરૂકુળ શાળા પાસે,માર્કેટ રોડપાસે,નારી ચોકડી પાસે,ભાવનગરતથાભુતેશ્વર ગામતા.જી.ભાવનગર મુળ ગામ લાખણકા, તા.વરતેજ, જી.ભાવનગર મો.નં.૯૯૨૫૦૪૫૦૦૨

 

પૂર્વ ગુનાહિત ઈતિહાસ :- 

(૧) સને ૨૦૧૪ માં પોતાના વતન ગામ ભેસુડીની સીમામાં મુસ્લીમ યુવકનુ લૂંટ વિથ મર્ડર અંગે તળાજા પો.સ્ટે. I ગુ.ર.નં.૪૦/૨૦૧૪ IPC કલમ ૪૦૬, ૪૨૦, ૩૦૨, ૩૬૪, ૩૯૭, ૨૦૧, ૧૨૦(બી), ૩૪ મુજબના ગુનામાં પોતે (૧) દિનેશભાઈ મોહનભાઈ ખચીયા (૨) રામજીભાઈ વાલજીભાઈ બારૈયા (૩) રાઘવભાઈ ખોડાભાઈ બારૈયા નાઓ સાથે ધરપકડ બાદ નિર્દોષ છુટેલ છે.

(૨) સને ૨૦૧૪ માં પોતાના વતન ગામ નારી ચોકડી પાસે સદગુરૂ કોમ્પલેક્ષમાં બ્રાહ્મણ યુવકનુ મર્ડર કરેલ જે ગુનામાં વરતેજ પો.સ્ટે. I ગુ.ર.નં.૭૦/૨૦૧૪ IPC  કલમ ૩૦૨, ૩૦૭, ૪૪૭, તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબના ગુનામાં પકડાયેલ અને છેલ્લા એક વર્ષ પહેલા પેરોલ રજા ઉપર ભાવનગર જેલમાંથી છુટી આજદિન સુધી હાજર થયેલ નથી. (પેરોલ જમ્પ થયેલ છે.) 

(૪) ચાલુ વર્ષ ૨૦૧૭ માં મનસુખભાઈ પાળીયાદ નાઓ પાસેથી રીવોલ્વર લઈ મુકેશભાઈ શિયાળ રહે.તળાજા નાઓને રૂ.૨૫૦૦૦/- માં આજથી સાતેક મહિના પહેલા વેચાણ કરેલ છે. 

(૫) ભાવનગર જીલ્લાના ઘોઘા રોડ પો.સ્ટે. II ગુ.ર.નં.૭૯/૨૦૧૭ આર્મ્સ એકટ કલમ ૨૫(૧)બી, મુજબના ગુનાના કામે પોતાના ફોઈનો દિકરો ભાઈ પિંટુ ઉર્ફે પિટર S/O જીણાભાઈ મકવાણા રહે. ગંગીધાર એરપોર્ટ પાસે, ઘોઘા રોડ, ભાવનગર નાઓ હથિયાર સાથે પકડાયેલ જેમા ગુનામાં પોતે વોન્ટેડ છે.

(૫) આજથી એકાદ મહિના પહેલા અશોકભાઈ રેલીયા રહે.બોટાદ નાઓના કહેવાથી પોતે ગ્વાલીયર થી આગળ ભીંડ ખાતેથી એક પિસ્ટલ તથા જીવતા કાર્ટિઝ નંગ-૦૫ ની ખરીદી કરી અશોકભાઈ રેલીયાના કહેવાથી બળવંતભાઈ ધનજીભાઈ વાળકીયા રહે. ગામ કુંડલી તા.જી.બોટાદ નાઓને આપેલ છે. 

(૬) બળવંતભાઈ ધનજીભાઈ વાળકીયા નાએ બોટાદ શહેરમાં ફાયરીંગ વીથ લૂંટમાં પકડાયેલ અને જામીન ઉપર મુકત થયેલ છે 

(૭) અશોકભાઈ રેલીયા નાઓ તેમની પત્ની તથા ત્રણ ભત્રીજા નામે (૧) જીગો (૨) મયુર (૩) કવો તેમજ ભાણેજ નામે બાવકુ નાઓએ આજથી એકાદ વર્ષ પહેલા રાવળ યુવકનુ મર્ડર કરેલ જેમાં ધરપકડ બાદ છેલ્લા સાતેક મહિનાથી ભાવનગર જેલમાંથી પેરોલ રજા ઉપર છુટી હાજર થયેલ નથી (તમામ પેરોલ જમ્પ છે.) 

(૮) પેરોલ જમ્પ અંગે ભાવનગર જીલ્લાના વરતેજ પો.સ્ટે. I ગુ.ર.નં.૭૦/૨૦૧૬ પ્રિઝનલ એકટ કલમ ૫૧ મુજબના ગુનામાં વોન્ટેડ છે (કેદી નં.૫૬) 

આરોપી :-પોપટ ઉર્ફે મુન્નો ઉર્ફે જીણાભાઈ S/O ભગવાનભાઈ સોહલા ઉ.વ.૩૧ ધંધોપશુપાલન રહે. મીરા 

નગર સોસા., વિઠ્ઠલભાઈ પોલાભાઈ મારૂના મકાનમાં,સિલ્વર ગેટ હોટેલ પાછળ,  અંકલેશ્વર જી.ભરૂચ મુળ લાખયાણી ગામ,શકલાશેરી, તા.જી. બોટાદમો. 

પૂર્વ ગુનાહિત ઈતિહાસ :- 

(૧) સને ૨૦૦૭ માં પોતાના વતન ગામ લાખીયાણીમાં રમેશભાઈ લવજીભાઈ કોળી નાઓને માર મારેલ જે અંગે બોટાદ ટાઉન પો.સ્ટે.માં ગુનો દાખલ થયેલ જેમાં ધરપકડ બાદ જામીન ઉપર મુકત થયેલ છે.

(૨) સને ૨૦૦૭ માં પોતાના વતન ગામ લાખીયાણીમાં નાકુભાઈ ભીખાભાઈ કલાણીયા નાઓના મર્ડર કેસમાં બોટાદ ટાઉન પો.સ્ટે. માં પોતે તથા (૧) જીવણભાઈ મેપાભાઈ કસોટીયા (૨) દાનાભાઈ મેપાભાઈ કસોટીયા (૩) બીજલભાઈ સુરાભાઈ કસોટીયા (૪) રાજુભાઈ ગોકુળભાઈ કસોટીયા  અન્ય મળી કુલ ૧૨ આરોપી સાથે પકડાયેલ અને જામીન ઉપર મુકત થયેલ. 

(૩) સને ૨૦૧૦ માં કતારગામ પો.સ્ટે.માં અશ્વીનભાઈ લવજીભાઈ ગોળકીયાનુ અપહરણના ગુનામાં પોતે તથા (૧) જીવણભાઈ મેપાભાઈ કસોટીયા (૨) રેવાભાઈ કરશનાભાઈ કસોટીયા (૩) મુન્નો ઉર્ફે માનસી પરમાર (૪) રામો ગોટી  (૫) રાજુભાઈ ગોકુળભાઈ કસોટીયા નાઓ સાથે પકડાયેલ જે ગુનામાં જામીન ઉપર મુકત થયેલ

(૪) સને ૨૦૧૪ માં ગામ કારીયાણીમાં દેહુરભાઈ કાળુભાઈ સાટીયા રહે. નસીદપર તા.વલ્લભીપુર જી.ભાવનગર નાઓનુ મર્ડર કરેલ જેમાં પોતે તથા (૧) જીવણભાઈ મેપાભાઈ કસોટીયા (૨) દાનાભાઈ મેપાભાઈ કસોટીયા (૩) જહાભાઈ મેપાભાઈ કસોટીયા (૪) જગદીશ ઉર્ફે જગો ગોકુળભાઈ કસોટીયા (૫) દાનાભાઈ સાજણભાઈ ચાવડા (૬) જેઠાભાઈ બીજલભાઈ બોળીયા (૭) રેવુભાઈ કરશનભાઈ કસોટીયા (૮) ભગવાનભાઈ કરશભાઈ કસોટીયા (૯) હમીર ઉર્ફે લાલો જહાભાઈ કસોટીયા નાઓ સાથે બોટાદ ટાઉન પો.સ્ટે.માં પકડાયેલ અને છેલ્લા દોઢેક વર્ષ પહેલા પેરોલ રજા ઉપર ભાવનગર જેલમાંથી છુટી આજદિન સુધી હાજર થયેલ નથી. (પેરોલ જમ્પ થયેલ છે.)

(પ) બોટાદ પો.સ્ટેટશન ફસ્ટર ગુ.ર.નં.૬ર/ર૦૧૪ ઇ.પી.કો.કલમ ૩૦ર,૩૦૭ મુજબનો ગુનો નોધાયેલ છે. 

(૬) બોટાદ પો.સ્ટેટશન ફસ્ટર ગુ.ર.નં.૪૬/ર૦૧ર ઇ.પી.કેા.કલમ ૩ર૩,પ૦૪,પ૦૬(ર),૧૧૪ જી.પી.એકટ ૧૩પ મુજબ.