Page Views: 1040

કાશ્મીરના પુંછમાં ફરી પાકિસ્તાન દ્વારા કરાયું સીઝ ફાયર : આર્મીનો ૧ જવાન શહીદ, ૧ નાગરિકનું મોત

પાકિસ્તાન તરફથી સવારે સાડા દસ વાગે એલઓસી પર નાના હથિયારથી કર્યું હતું ફાયરિંગ

શ્રીનગર: 

                પાકિસ્તાને ગુરુવારે કાશ્મીરના પુંછ જિલ્લામાં સીઢપાયર વાયોલેશન કર્યું હતું. પાકિસ્તાનના સૈનિકોએ પુંછના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં આર્મીના એક જવાન શહીદ થયા છે. તે       પ્રાપ્ત વિગતો અનુસાર, પાકિસ્તાન તરફથી સવારે સાડા 10 વાગ્યાથી એલઓસી પર નાના હથિયારોથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. તેનો ઈન્ડિયન આર્મીએ જડબાતોડ જવાબ આપ્યો છે.આ પહેલાં પાકિસ્તાને 6 ઓક્ટોબરે રાજૌરી જિલ્લાના બાબાખોરી અને અન્ય વિસ્તારોમાં ફાયરિંગ કર્યું હતું. આ વર્ષે સીઝફાયર વાયોલન્સની ઘટનામાં વધારો થયો છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રો તરફથી કહ્યું છે કે, આ વર્ષે 12 ઓક્ટોબર સુધી પાકિસ્તાને 505 વખત સીઝફાયર વાયોલન્સ કર્યું છે. જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં બુધવારે સવારે આતંકીઓ સાથે એન્કાઉન્ટરમાં ઈન્ડિયન એરફોર્સની ગરુડ ફોર્સના 2 કમાન્ડો શહીદ થયા છે. 2 આતંકીઓને પણ મારી નાખવામાં આવ્યા છે. 1990માં ખીણમાં આંતકીઓએ માથું ઉંચક્યું પછી પહેલીવાર એરફોર્સના કમાન્ડો શહીદ થયા હતા