Page Views: 50438

ટ્રાફિક પોલીસને કાલે ખબર પડી રીક્ષાવાળા વધુ પેસેન્જર બેસાડે છે:એક જ દિવસમાં 479 રીક્ષા ડિટેઇન

વગર હેલ્મેટે બાઇક ચલાવતા 1202 શહેરીજનોને દંડ ફટકારાયો અને સીટ બેલ્ટ ન બાંધનારા 339 કાર ચાલકને દંડ

સુરત-12-10-2017 


        શહેરમાં ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરનારા રીક્ષા ચાલકો સામે આખરે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે. સુરત શહેર વિસ્તારમાં પેસેન્જર વાહનોમાં આર.ટી.ઓ. પાર્સિંગ વખતે પેસેન્જરોની જે સંખ્યા નક્કી કરવામાં આવી હોય છે તેના કરતા વધારે પેસેન્જરો બેસાડાતા હોય છે. તેના કારણે અકસ્માત થવાનો પુરેપુરો સંભવ હોય છે અને અકસ્માત વખતે જાનહાનિ થવાની શક્યતાઓ હોય છે. 

        જેને લઈને શહેર ટ્રાફિક વિભાગ દ્રારા ગતરોજ શહેરનાં અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ ઉપર વાહન ચેકીંગની ઝુબેશ રાખવામાં આવી હતી. જેમાં ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત એક રીક્ષામાં ત્રણથી વધારે પેસેન્જર બેસાડનારા રીક્ષાચાલકો સામે મો.વ્હી.એક્ટ કલમ-૨૦૭ મુજબ કુલ ૪૭૯ રીક્ષાઓ ડીટેઇન કરવામાં આવી છે. આ સિવાય ઇ.પી.કો.કલમ-૨૮૩ મુજબ ૮ કેસો તથા ૧૨૦૨ વગર હેલ્મેટના કેસો અને ૩૩૯ સીટ બેલ્ટના કેસો નોંધાયા  છે.