Page Views: 11367

વિશ્વના સૌથી મોટા 66 લાખ સ્ક્વેર ફુટના સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ લાભ પાંચમના દિવસથી શરૂ કરાશે

સરસાણા ખાતે અંદાજીત રૂ.2400 કરોડના ખર્ચે નિર્માણ થનારા ડાયમંડ બુર્સમાં તમામ વેપારીઓને પડતર કોસ્ટથી જ જગ્યા ફાળવવામાં આવશે

સુરત-12-10-2017 
સમગ્ર વિશ્વમાં ડાયમંડ પોલીશીંગ માટે જાણીતા સુરત શહેરમાં ટુક સમયમાં ડાયમંડ ટ્રેડિંગ માટે સરસાણા ખાતે સુરત ડાયમંડ 
બુર્સના બાંધકામનો શુભારંભ કરવામાં આવશે. સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગકારો માટે સુરત ડાયમંડ બુર્સ વર્લ્ડ બેસ્ટ બનાવવાના 
પ્રયાસો થઇ રહ્યા છે અને તે પ્રમાણે જ સમગ્ર આયોજન કરવામાં આવ્યુ છે. 
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ એસ.પટેલ (કિરણ જેમ્સ)ના જણાવ્યા પ્રમાણે, આગામી લાભ પાંચમ તા. 25.10.2017ના 
રોજ સુરત ડાયમંડ બુર્સના બાંધકામનો શુભારંભ કરવામાં આવશે. સમગ્ર ડાયમંડ બુર્સનું બાંધકામ પીએસપી પ્રોજેક્ટ લિમીટેડ 
નામની પબ્લીક લીસ્ટેડ કંપનીને તેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સમગ્ર દૂનિયામાં અમેરિકામાં 45 લાખ સ્ક્વેર ફુટનું 
ઓફિસ બિલ્ડીંગ છે જ્યારે દુબઇમાં 50 લાખ સ્ક્વેર ફુટનું બિલ્ડીંગ છે જેની સામે સુરત શહેરના સરસાણા ખાતે અંદાજે 
66 લાખ સ્ક્વેર ફુટ વિશાળ જગ્યામાં કુલ 11 ટાવર બનાવવામાં આવશે. પ્રત્યેક ઓફિસ ટાવર એક બીજાથી કનેક્ટ હશે અને 
તેમાં ડાયમંડ બિઝનેસમેન માટે બેન્કીંગ, કસ્ટમ, હાઇ સિક્યુરીટી, કાર્ગો, કસ્ટમ ક્લિયરન્સ સર્વિસ સહિતની તમામ 
સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 
ઃઃઃઃઅંદાજીત ખર્ચ રૂ.2400 કરોડ 
સુરત ડાયમંડ બુર્સની જમીનથી માંડીને તેના અદ્યતન સિક્યુરીટી સાથેના નિર્માણમાં અંદાજે રૂપિયા 2400 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 
ડાયમંડ બુર્સમાં જે કોઇ ઉદ્યોગકારોને ઓફિસ જગ્યા વેચાણથી આપવામાં આવી છે તે તમામ પાસેથી કોઇ પણ પ્રકારનો નફો લીધા વગર 
કોસ્ટ ટુ કોસ્ટ જગ્યા ફાળવવામાં આવશે. 
ઃઃઃઃઃવિશ્વના બાયરો સુરત આવશે 
રફ ડાયમંડ સપ્લાયરથી માંડીને પોલીશ્ડ ડાયમંડની ખરીદી માટે વિશ્વ ભરના બાયરો મુંબઇ બીકેસીમાં આવતા હોય છે પરંતુ 
સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થવાની સાથે જ વિશ્વ ભરના બાયરો અને રફ સપ્લાયરો આ સંકુલમાં આવતા થશે. જેના કારણે સ્થાનિક હીરા 
ઉદ્યોગકારોને તેનો લાભ મળશે ઉપરાંત આવનારી પેઢી માટે પણ મોટી સુવિધા ઉપલબ્ધ થશે.