Page Views: 3537

રાજ્યમાં વધુ 16 જીઆઇડીસી બનાવાશે- મુખ્યમંત્રી

એઆઇઆઇના પેન્ડિંગ કામો માટે પણ સરકાર ગ્રાન્ટ ફાળવે- મયુર ગોળવાળા

સુરત-11-10-2017

 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં વધુ ૧૬ ઔદ્યોગીક વસાહતો (જી. આઇ. ડી. સી.) સ્થાપવાની અને તૈયાર કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નવી ગાર્મેન્ડ એન્ડ એપેરેલ પોલીસીની  જાહેરાત કરી છે. સૌરાષ્ટ્રમાં દેવગામ ખીરસરા (લોધીકા), છતર મીંતાણા (ટંકારા), ધ્રોલ (જામનગર), વણોદ (પાટડી), સાવરકુંડલા (અમરેલી) લાઠી, નારી અને માઢીયા મોટી વિચરાઇ (કચ્છ)  (બન્ને ભાવનગર) માં જી. આઇ. ડી. સી. ની વસાહત સ્થાપવાનું જાહેર કરાયું છે. જો કે, રાજ્યની હયાત જીઆઇડીસી અને નોટીફાઇડ એરિયામાં જે બેઝીક ઇન્ફાસ્ટ્રક્ચરની આવશ્યકતા છે તેની જાહેરાત પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે એવી માંગણી અને લાગણી સ્થાનિક ઉદ્યોગકાર અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

         રાજયમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજય સરકારના બજેટમાં કરેલ જોગવાઇ મુજબ પ૦ અને ૧૦૦ ચોરસ મીટરના બાંધેલ બહુમાળી શેડ પણ જી. આઇ. ડી. સી. દ્વારા તૈયાર કરી ફાળવવામાં આવશે. રાજયમાં કાર્યરત કુલ ૩૩ જી.આઇ. ડી. સી. વસાહતોમાં આવા કુલ ૧૧ર શેડ તૈયાર કરવામાં આવેલ છે. તથા પપર શેડ હાલ બાંધકામ હેઠળ છે તથા આવા કુલ ૧૦૮૬ શેડનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે. વધુમાં સરકારશ્રી દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે હેતુથી સરકારશ્રી આવા શેડની કિંમતમાં પ૦ ટકા સબસીડી આપશે તથા જીઆઇડીસી પણ ૩૦ ટકા ડાઉન પેમેન્ટ કરી બાકીના ૭૦ ટકા રકમ સરળ હપ્તેથી ભરવાની નીતિ અપનાવેલ છે.

ઃઃઃઃએઆઇઆઇના પેન્ડિંગ કામો માટે પણ સરકાર ગ્રાન્ટ ફાળવે- મયુર ગોળવાળા

(સેક્રેટરી- સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપ.સોસા.લી.)

રાજ્ય સરકાર દ્વારા નવી ઔદ્યોગિક વસાહતોની જાહેરાત કરવામાં આવી તે આવકાર દાયક બાબત છે જેનાથી લઘુ ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળશે. જો કે, હાલના સંજોગોમાં રાજ્યમાં જે કાર્યરત જીઆઇડીસી છે એ તમામમાં એઆઇઆઇ(આસીટન્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફાસ્ટ્રક્ચર) યોજના અંતર્ગત જે કામો પેન્ડિંગ છે તેની ગ્રાન્ટની ફાળવણી કરવાની પણ આવશ્યકતા છે. હાલમાં રાજ્યમાં 200 જેટલી નાની મોટી જીઆઇડીસી કાર્યરત છે અને તે પૈકી કેટલિક જીઆઇડીસીને નોટીફાઇડ એરિયા પણ જાહેર કરવામાં આવી છે. મોટા ભાગની જીઆઇડીસીમાં અન્ડર ગ્રાઉન્ડ વાયરિંગ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ફાયર હાઉસ સહિતની કામગીરી માટે ગ્રાન્ટની રકમ ફાળવવાની આવશ્યકતા છે. તેના માટે રાજ્ય સરકાર દ્વારા જો સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટીની મિટીંગ બોલાવી અને તાકીદે જાહેરાત કરવામાં આવે તો રાજ્ય ભરના લઘુ ઉદ્યોગકારોને વધારે પ્રોત્સાહન મળશે અને જે ઉદ્યોગો કાર્યરત છે તેમને પણ નવું બળ મળશે