Page Views: 2488

કતારગામમાં બાળકોને મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર બળાત્કાર

પોલીસે આંબા તલાવડી કરૂણા સાગર સોસાયટી ખાતે રહેતા ગોવિંદ નારોલા વિરૂધ્ધ ગુનો દાખલ કરી ઝડપી પાડ્યો

સુરત-11-10-2017 
શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી એક પરિણીતા ઉપર તેના છોકરાઓને ઉપાડી જઇ મારી નાંખવાની 
ધાક ધમકી આપી એક આધેડે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાના દસ મહિના બાદ પરિણીતાએ 
આરોપી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 
કતારગામ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી નજીક આવેલી કરૂણા સાગર સોસાયટી 
ખાતે રહેતા ગોવિંદ નારોલાએ આ વિસ્તારમાં જ રહેતી એક પરિણીતાને તેના 
બાળકોને ઉઠાવી જઇ મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ પોતાની મરજી પ્રમાણે મળવા બોલાવી અને 
અલગ અલગ સ્થળ પર લઇ જઇ આ પરિણીતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. છેલ્લા 10 મહિનામાં અનેક વખત પરિણીતાનું 
શોષણ કરનારા ગોવિંદ નારોલા વિરૂધ્ધ આખરે આ પરિણીતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં 
ગત રોજ ફરિયાદ નોંધાવી હતી. 
પીએસઆઇ આર એ પટેલે આ અંગે ગુનો દાખલ કરી અને ગોવિંદ નારોલાની ધરપકડ કરી હતી. આજે ગોવિંદ નારોલાને પોલીસ મેડીકલ 
ચેક અપ માટે નવી સિવિલ ખાતે લઇ જશે તેમજ તેને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરનાર છે.