Page Views: 4033

સુરત શહેરમાં વહેલી સવારથી સરેરાશ અડધો ઇંચ વરસાદ

આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ રહ્યું

સુરત-11-10-2017 

સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદી ઝાપટાનો દૌર શરૂ થયો છે. 

બુધવારે વહેલી સવારથી બપોર સુધી વરસાદી માહોલ જામ્યો હતો અને સમગ્ર શહેરમાં સરેરાશ અડધો ઇંચ 

જેટલો વરસાદ પડતા હવામાનમાં ઠંડક પ્રસરી હતી. 

મહાનગર પાલિકાના ફ્લડ કંટ્રોલ રૂમ પાસેથી મળતી વિગતો અનુસાર, સુરત શહેરમાં બુધવારે વહેલી સવારે 

સાડા છ વાગ્યાના સુમારે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ઠંડો પવન ફુંકાવા સાથે શહેરના વિવિધ 

વિસ્તારોમાં જોરદાર ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની શરૂઆત થઇ હતી. આસો માસની વહેલી સવારની 

ઠંડક સાથે વરસાદી માહોલ જામતા હવામાનમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શહેરમાં વહેલી સવારથી બપોરે બે 

બે વાગ્યા સુધીના સમયગાળામાં અંદાજે અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. 

બપોર સુધી શહેરમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો હતો તેમજ શહેરીજનોએ શિયાળાની ઠંડક સાથે 

વરસાદની ખુશનુંમાં સવારની અનુભૂતિ પણ કરી હતી. 

શહેરના ક્યા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો 

સેન્ટ્રલ ઝોન 13 મી.મી.

વરાછા ઝોન 08 મી.મી.

રાંદેર ઝોન 08 મી.મી.

કતારગામ ઝોન 05 મી.મી.

ઉધના ઝોન 05 મી.મી.

લીંબાયત ઝોન 10 મી.મી.

અઠવા ઝોન 06 મી.મી.