Page Views: 28357

સુમુલ હવે સ્વાદ પ્રિય સુરતીઓને ટેસ્ટી ભોજનનો સ્વાદ ચખાડશે

રાજ્યના સૌ પ્રથમ ફુડ સેફટી એક્ટ સહિત આઇએસઓ 22005 એચએસીસીપી પ્રમાણીત રેસ્ટોરન્ટનો સુમુલ ડેરીના પ્રમુખ રાજુ પાઠકના વરદ હસ્તે શુભારંભ

સુરત-10-102017

શુધ્ધ ઘી-દૂધ, મીઠાઇઓ સહિતની અનેકવિધ પ્રોડક્ટ માર્કેટમાં મુકનારી સુમુલ ડેરીએ હવે સ્વાદ પ્રિય સુરતીઓ માટે રેસ્ટોરન્ટની ચેઇન બનાવવાની દિશામાં પણ જંપલાવ્યુ છે. સુમુલ્સ માસ્ટર સેફના નામે સુરતના સુમુલ ડેરી કેમ્પસમાં જ રેસ્ટોરન્ટનો આજથી શુભારંભ થયો છે. પોષ્ટીક અને સ્વાદિષ્ટ ફુડ આ રેસ્ટોરન્ટ ખાતે શહેરીજનોને મળશે.

સુમુલ ડેરી કેમ્પસ ખાતે આજે પ્રમુખ રાજુ પાઠકના વરદ હસ્તે સુમુલ્સ માસ્ટર સેફ રેસ્ટોરન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ રેસ્ટોરન્ટ ખાતે સુરતીઓને ઓછા કેલેરીવાળા આરોગ્યપ્રદ ઓછા ફેટવાળા પીત્ઝા, ઓછી કેલેરીવાળી બર્ગર, ફાસ્ટફુડ, પ્રોબાયોટીક સેન્ડવીચ તથા અન્ય બેકરી આઇટમ, ડેરી પ્રોડક્ટ, મલ્ટી કુસાઇનનો સ્વાદ માણવા મળશે. સુમુલનું આ રેસ્ટોરન્ટ સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ ફુડ સેફટી એક્ટ સહિત આઇએસઓ 22005 એચએસીસસીપી પ્રમાણીત રેસ્ટોરન્ટ છે. સામાન્ય રીતે બજારમાં પ્રવર્તમાન સમયમાં મળતા પનીરના શાકમાં માઇક્રોબિયલ લોડ જોવા મળે છે તેના કરતા ખુબ જ ઓછા બેક્ટેરીયલ લોડ હોય એવી ડીસીશ અને સેન્ડવિચ અહીં મળશે.

ઃઃઃટુંક સમયમાં શહેરમાં રેસ્ટોરન્ટ માટે ફ્રેન્ચાઇઝી અપાશે

સુમુલના પ્રમુખ રાજુ પાઠકે જણાવ્યું હતું કે, સુમુલ્સ માસ્ટર સેફને આગામી દિવસોમાં શહેર જિલ્લામાં વિસ્તારવામાં આવશે. શહેરના પોશ વિસ્તાર સહિતના અન્ય વિસ્તારોમાં પણ તેની ફ્રેન્ચાઇઝી આપવામાં આવશે અને શહેરીજનોને સુમુલનો શુધ્ધતાનો સ્વાદ માણવા મળી રહે એવા પ્રયાસો કરવામાં આવશે.

ઃઃઃઃઃ દેશમાં પ્રથમ વખત સુમુલે શરૂ કરી છે મોબાઇલ ટેસ્ટીંગ વાન

સામાન્ય રીતે આપણે બજારમાંથી દૂધ અથવા દૂધની બનાવટો લાવીને આરોગીએ છે પરંતુ વાસ્તવમાં તેની ગુણવત્તા કેવી છે તેની કેર લેતા નથી. આવી પ્રોડક્ટમાં ભેળસેળ છે કે કેમ તેની કોઇ દરકાર લેતુ નથી. આવા સંજોગોમાં સુમુલ દ્વારા સુમુલ મોબાઇલ ટેસ્ટીંગ વાન શરૂ કરવામાં આવી છે. રાજુભાઇ પાઠકના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં સુમુલ દ્વારા શહેરમાં પાંચથી વધારે સુમુલ મોબાઇલ ટેસ્ટીંગ વાન ફરતી કરવામાં આવશે. જેમાં કોઇ પણ ગૃહીણી જે દૂધ અથવા તો મીઠાઇનો ઉપયોગ પોતાના ઘરમાં કરે છે તેનું ફ્રી ઓફ કોસ્ટ ટેસ્ટીંગ કરાવી શકશે.

ઃઃઃઃબેકરીની તમામ પ્રોડક્ટ 1લી ઓક્ટોબરથી મળશે

સુમુલ દ્વારા બેકરી પ્રોડક્ટ પણ બજારમાં મુકવામાં આવી રહી છે યુરોપીયન ટેકનોલોજી પ્રમાણે અને તેના ધારા ધોરણ પ્રમાણે તૈયાર થયેલા બિસ્કીટ-કુકીઝથી માંડીને તમામ બેકરી પ્રોડક્ટ ફુલ્લી ઓટોમેટીક પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવશે અને તેનું સહકારી ધોરણે વેચાણ કરવામાં આવશે જેનો સીધો લાભ ગ્રાહકોને મળશે અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી બેકરી આઇટમોનો સ્વાદ સુરતીઓ માણી શકશે.