Page Views: 7531

અગામી ૧૪ ઓક્ટોબરે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ કરશે રાજ્યમાં ૧ લાખ મહિલાઓ સાથે સીધો સંવાદ

મોબાઈલ–વ્હોટસઅપ-ફેસબુક-ટ્વીટર-વેબસાઈટના માધ્યમથી અરસ-પરસ સંવાદ અને સમ્પર્ક કરાશે

સુરત:-

                આગામી ૧૪ મી ઓક્ટોબર, શનિવારનાં રોજ બપોરે ૨:૦૦ કલાકે અમદાવાદના યુનીવર્સીટી કન્વેશન હોલ ખાતે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ રાજ્યની ૧ લાખ મહિલાઓ સાથે સંવાદ કરશે. મહિલાઓની ભાગીદારી અને અનેકવિધ સંપૂર્ણ થથા સર્વાંગી વિકાસને માટે આ “અડીખમ ગુજરાત મહિલા ટાઉન હોલ” કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ટીવી કરવામાં આવશે. આ સિવાય મોબાઈલ–વ્હોટસઅપ-ફેસબુક-ટ્વીટર-વેબસાઈટના માધ્યમથી અરસ-પરસ સંવાદ અને સમ્પર્ક કરવામાં આવશે.

        ભારતીય જનતા પાર્ટી-સુરત મહાનગર મહિલા મોરચાના અધ્યક્ષ ગીતાબેન રામાણી તથા મહામંત્રીઓ માયાબેન બારડ અને ઉર્વશીબેન પટેલે જણાવ્યું કે, સ્ત્રી સશક્તિકરણ કામ મહત્વનું છે. ગુજરાત ડેરી, ઉદ્યોગ, સહકારીક્ષેત્રે મહિલાઓનું મોટું પ્રદાન છે. આઈ.ટી. ક્ષેત્રે મહિલાઓનું યોગદાન મહત્વનું રહ્યું છે. ‘બેટી બચાવો-બેટી પઢાવો’ તથા ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ સહીત મહિલાઓના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ચૂંટણીના સમયમાં ‘યુવા ટાઉહોલ’ અને યુવા મહિલા ટાઉનહોલનો નવો પ્રયાસ ગુજરાતમાં લાવ્યા છે. જે સમાજના વિવિધ વર્ગો સાથે સંવાદ કરવાનો પ્રયાસ છે.

        આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ મંત્રી દર્શિનીબેન કોઠિયા, સાંસદ દર્શનાબેન જરદોશ, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી  હેમાલીબેન બોઘાવાલા, મેયર અસ્મિતાબેન શિરોયા, મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન રામાણી તથા મહિલા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.