Page Views: 9077

ડીસેમ્બર પ્રારંભે લગ્નોત્સવની મોસમ હોવાથી ચૂંટણી ૧૪ ડીસેમ્બર પછી રાખજોઃ ચૂંટણી પંચને ભાજપની રજૂઆત

ભાજપ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને અન્ય કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા

અમદાવાદ:-

         ગુજરાતમાં નવેમ્બર ઉતરાર્ધમાં અને ડીસેમ્બર પ્રારંભે લગ્નોત્સવની મોસમ હોવાથી ધારાસભાની ચૂંટણી ૧૪ ડીસેમ્બર પછી યોજવા ભાજપના પ્રતિનિધિ મંડળે ગઈકાલે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે. ૨૧ જાન્યુઆરી પહેલા નવી સરકારની રચના થઈ જવી જરૂરી છે. જો ચૂંટણી પંચ ભાજપની રજૂઆત માન્ય રાખે તો ૧૪ ડીસેમ્બરથી ૧૪ જાન્યુઆરી વચ્ચે મતદાન થવાની સંભાવના છે.

   ભાજપના આગેવાનો કૌશિક પટેલ, પરિન્દુ ભગત, પ્રફુલ બારોટ વગેરેએ ગઈકાલે ચૂંટણી પંચને રજૂઆત કરેલ કે, ૬-૧૦ અને ૧૪ ડીસેમ્બરે પુષ્કળ લગ્નો છે. ૧૪ ડીસેમ્બર બાદ કમુહુર્તાને કારણે લગ્નોત્સવને બ્રેક લાગે છે તેથી ચૂંટણી ૧૪ ડીસેમ્બર પછી યોજવી જોઈએ. ભાજપ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને અન્ય કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા છે.