Page Views: 9627

રૂપાણી સરકારની દિવાળી ભેટઃ પેટ્રોલમાં ૨.૯૩ અને ડીઝલમાં ૨.૭૨ પૈસાનો ઘટાડો

ગુજરાતમાં પેટ્રોલનો નવો ભાવ ૬૭.૫૩ અને ડીઝલનો નવો ભાવ ૬૦.૭૦ પૈસાઃ આજે મધરાતથી અમલ

ગાંધીનગર:-

        ગુજરાત સરકારે કેન્દ્રની અપીલ મુજબ પેટ્રોલ-ડીઝલ પર રાજ્ય સરકારના ટેક્ષ (વેટ)માં ઘટાડો કરી ગુજરાતની પ્રજાને દિપાવલી ભેટ આપી છે. આજે મધરાતથી રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થશે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે આજે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી છે.

      શ્રી રૂપાણીએ જણાવ્યા મુજબ ૪ ટકા વેટ ઘટાડવાથી પેટ્રોલમા લીટરે રૂ. ૨.૯૩ અને ડીઝલમાં રૂ. ૨.૭૨નો ઘટાડો થશે. જેના કારણે પ્રજાને રૂ. ૨૩૧૬ કરોડની રાહત થશે અને રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક એટલો બોજ વધશે. ગુજરાતમાં પેટ્રોલનો નવો ભાવ લીટરના રૂ. ૬૭.૫૩ અને ડીઝલના રૂ. ૬૦.૭૦ પૈસા થશે.

      અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ અસહ્ય વધારો થતા લોકોમાં ઉહાપોહ જાગેલ. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને રાજ્યના ટેક્ષમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવા અપીલ કરેલ. તે અપીલ સ્વીકારવામાં ગુજરાતની ભાજપ સરકારે પહેલ કરી છે. રાજ્યમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તે વખતે પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડો ભાજપ સરકારને ફાયદો કરાવશે તેવી આશા બંધાણી છે.